રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદ મોડાસા હાઇવે પર દહેગામ નજીકના બબલપુરા ખાતે દર્શાવવામાં આવેલા કિલોમીટરના બોર્ડમાં છબરડાને લઇને વાહન ચાલકો ગેરમાર્ગ દોરાઇને અટવાય છે.
બબલપુરાથી રખિયાલનું અંતર માત્ર 6 કિલોમીટર છે જયારે બોર્ડમાં 16 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે.. જયારે બબલપુરાથી તલોદનું ખરેખર અંતર જોવા જઈએ તો 21 કિલોમીટર જેટલું છે.. જ્યારે રોડ પર મારેલા બોર્ડમાં 13 કિલોમીટર દર્શાવ્યું છે… જે તદ્દન ખોટું છે… જયારે બબલપુરાથી હિંમતનગર નગર આશરે 51 કિલોમીટર થાય છે જ્યારે અમદાવાદ મોડાસા હાઇવે પર મારેલા બોર્ડમાં 44 કિલોમીટર દર્શાવ્યું છે..જે સાચું નથી..
બોર્ડમાં કિલોમીટરના આંકમાં ભારે તફાવત જણાતા અસંખ્ય વાહન ચાલકો ગેરમાર્ગે દોરાય છે..અમદાવાદ મોડાસા હાઇવે પર રાતદિવસ વાહનોની સતત અવરજવર રહેતી હોય છે.પરંતુ બોર્ડમાં કિલોમીટરના આંકમાં ભારે તફાવત જણાતા અસંખ્ય વાહન ચાલકો ગેરમાર્ગે દોરાય છે.
અહીથી પસાર થતાં રખિયાલ, તલોદ,મોડાસા તેમજ હિંમતનગર તરફના વાહનચાલકો અંતરના લીધે અટવાતા હોય છે. સાચુ અંતર ખબર નહી પડતાં તેઓ વારંવાર સ્થાનિકો તેમજ રાહદારીઓને અંતર અંગે પૂછપરછ કરે છે. ત્યારે તંત્ર દ્વારા સાચા અંતરના બોર્ડ નવેસરથી ગોઠવવાની વાહન ચાલકોની માંગ ઉઠી છે..

