આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્ર સમા વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન: લોકસભા અધ્યક્ષશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીની વિશેષ ઉપસ્થિતિ
જગદગુરુ પૂજ્યશ્રી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં વડનગરમાં દિવ્ય મહાયજ્ઞ: શ્રી ઓમ બિરલાએ ભગવાન હાટકેશ્વરના દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી
ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી વડનગરની પવિત્ર ધરા પર શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક ચેતનાથી સભર આ મહાયજ્ઞના આઠમા દિવસે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ હાજરી આપી પવિત્ર વાતાવરણમાં સહભાગી થયા હતા. આ અવસરે તેમની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વડનગરની ભૂમિ પર ગુંજી રહેલા મંત્રોચ્ચાર વચ્ચે દિવ્ય અનુભૂતિ કરી હતી.


