કૃષિ મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે સુખસરથી ભોજેલા સુધીના ₹1.17 કરોડના RCC રોડનું ખાતમુહૂર્ત સંપન્ન
નાગરિકોની સુખાકારી અને સરળ આવાગમનને વધુ ઉત્તમ બનાવવા માટે વિકાસકાર્યોની હારમાળા વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ વિકાસકાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુખસરથી ભોજેલાના નાગરિકો માટે અવર-જવર વધુ સરળ બને તે હેતુસર અંદાજે ₹૧.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડનું કૃષિ મંત્રી અને 129 વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.


