18 C
Ahmedabad
Saturday, November 21, 2026

મહાભારતના 307 વર્ષ જૂના દસ્તાવેજને UNESCOના રજિસ્ટરમાં સ્થાન, તાડપત્રો પર કોતરાયેલો છે કર્ણ-અર્જુનના યુદ્ધનો પ્રસંગ


મહાભારતમાં કર્ણ અને અર્જુન વચ્ચે થયેલા નિર્ણાયક યુદ્ધ સાથે જોડાયેલી 307 વર્ષ જૂની દુર્લભ હસ્તપ્રતને યુનેસ્કો (UNESCO) દ્વારા ‘મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા-પેસિફિક રિજનલ રજિસ્ટર’ (MOWCAP)માં સ્થાન આપવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટીમાં સચવાયેલી આ હસ્તપ્રતમાં મહાભારતના 18 પર્વોમાંથી એક એવા ‘કર્ણ પર્વ’નો અંશ નોંધાયેલો છે. ખાસ વાત એ છે કે આ હસ્તપ્રત કાગળ પર નહીં, પરંતુ તાડપત્રો પર લખવામાં આવી છે.

વિશ્વભારતી યુનિવર્સિટીના ‘લિપિકા’ હસ્તપ્રત સંગ્રહમાં રાખવામાં આવેલા આ દુર્લભ દસ્તાવેજમાં કુલ 221 તાડપત્રો છે. હરિચરણ શર્મા દ્વારા લિપિબદ્ધ કરવામાં આવેલી આ હસ્તપ્રતમાં મહાભારતના યુદ્ધના એ મહત્વપૂર્ણ પ્રસંગનું વર્ણન છે, જ્યારે કર્ણને કૌરવ સેનાના સેનાપતિ બનાવવામાં આવ્યા હતા અને તેમનો અર્જુન સાથે નિર્ણાયક મુકાબલો થયો હતો.

યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા-પેસિફિક રિજનલ રજિસ્ટર’માં સ્થાન મળ્યા બાદ આ હસ્તપ્રતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. આ રજિસ્ટરમાં એશિયા અને પ્રશાંત ક્ષેત્રના એવા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક વારસાને સ્થાન આપવામાં આવે છે, જેનું ભવિષ્યની પેઢીઓ માટે સંરક્ષણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

મહાભારતને પરંપરાગત રીતે મહર્ષિ વેદવ્યાસની રચના માનવામાં આવે છે. તેના 18 પર્વોમાં કર્ણ પર્વનું વિશેષ મહત્વ છે. આ પર્વમાં યુદ્ધના એ તબક્કાનું વર્ણન છે, જ્યારે કર્ણને કૌરવ સેનાની કમાન સોંપવામાં આવે છે. કર્ણ અને અર્જુન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સંઘર્ષ આ તબક્કે નિર્ણાયક વળાંક પર પહોંચે છે. બંને વચ્ચે થયેલું યુદ્ધ મહાભારતના સૌથી ચર્ચિત પ્રસંગોમાંનું એક છે.

શાંતિનિકેતનમાં આવેલી વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. અહીં સાહિત્ય, કલા અને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડાયેલી અનેક દુર્લભ હસ્તપ્રતો અને ઐતિહાસિક દસ્તાવેજોનો સંગ્રહ છે. લિપિકા સંગ્રહમાં મહાભારતના અન્ય અંશો ઉપરાંત સંસ્કૃત, બંગાળી અને અન્ય ચાર ભાષાઓમાં લખાયેલી રચનાઓ પણ સચવાયેલી છે.

યુનિવર્સિટીના પ્રવક્તા અનુસાર, યુનેસ્કોના પ્રાદેશિક રજિસ્ટરમાં આ હસ્તપ્રતનો સમાવેશ થવાથી વિશ્વભારતીના દુર્લભ દસ્તાવેજો તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષિત થશે. સાથે જ આ ઐતિહાસિક વારસા પર સંશોધન કરતા વિદ્વાનોને પણ પ્રોત્સાહન મળશે.

ઉલ્લેખનીય છે કે યુનેસ્કોએ વિશ્વના મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજો અને અભિલેખોનું સંરક્ષણ કરવા તેમજ તેમને વૈશ્વિક ઓળખ અપાવવાના હેતુથી ‘મેમરી ઓફ ધ વર્લ્ડ’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ પ્રાદેશિક સ્તરે પણ રજિસ્ટર તૈયાર કરવામાં આવે છે, જેથી મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજોને સુરક્ષિત રાખી શકાય અને તેમના મહત્વને વ્યાપક સ્તરે ઉજાગર કરી શકાય.

ડિજિટલ સ્વરૂપે પણ સચવાશે દુર્લભ હસ્તપ્રતો

જૂની હસ્તપ્રતોના સંરક્ષણમાં સૌથી મોટો પડકાર સમય જતાં તેનું ક્ષતિગ્રસ્ત થવું છે. ખાસ કરીને તાડપત્રો પર લખાયેલા દસ્તાવેજો ભેજ, તાપમાન અને યોગ્ય જાળવણીના અભાવે નષ્ટ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિશ્વભારતી યુનિવર્સિટીએ લિપિકા સંગ્રહમાં રહેલી હજારો દુર્લભ હસ્તપ્રતોને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવાની પહેલ કરી છે.

આ કામગીરી કેન્દ્ર સરકારના ‘જ્ઞાન ભારતમ મિશન’ હેઠળ કરવામાં આવી રહી છે. આ માટે એશિયાટિક સોસાયટીની નિષ્ણાત ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ મિશનનો હેતુ દેશભરમાં ઉપલબ્ધ પ્રાચીન હસ્તપ્રતોની ઓળખ કરવી, તેમનું દસ્તાવેજીકરણ કરવું, સંરક્ષણ કરવું અને ડિજિટલ માધ્યમથી લોકો માટે ઉપલબ્ધ કરાવવાનો છે.

આ કામગીરી કેન્દ્ર સરકારના ‘જ્ઞાન ભારતમ મિશન’ હેઠળ કરવામાં આવી રહી છે. આ માટે એશિયાટિક સોસાયટીની નિષ્ણાત ટીમની મદદ લેવામાં આવી રહી છે. આ મિશનનો હેતુ દેશભરમાં ઉપલબ્ધ પ્રાચીન હસ્તપ્રતોની ઓળખ કરવી, તેમનું દસ્તાવેજીકરણ કરવું, સંરક્ષણ કરવું અને ડિજિટલ માધ્યમથી લોકો માટે ઉપલબ્ધ કરાવવાનો છે.

આ પહેલથી સંશોધકોને દુર્લભ દસ્તાવેજો સુધી પહોંચવામાં સરળતા રહેશે. ઉપરાંત, મૂળ હસ્તપ્રતોને નુકસાન થાય તો પણ તેની ડિજિટલ નકલો સુરક્ષિત રહી શકશે.

વિશ્વભારતીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના સંગ્રહમાં રહેલી કેટલીક અન્ય રચનાઓને પણ અગાઉ યુનેસ્કર દ્વારા ઓળખ મળી ચૂકી છે. તેમાં નાટ્યશાસ્ત્ર સાથે સંબંધિત રચનાઓનો પણ સમાવેશ થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -