27 C
Ahmedabad
Wednesday, November 11, 2026

211 દીવડાની રોશનીમાં ઝળહળ્યું રખિયાલ,’એક જ ડાળના પંખી’ બની રાઠોડ પરિવારની અનોખી પહેલ,માતાજીની આરતી અને સામાજિક એકતાનો સંદેશ


દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભ શરૂઆત ભક્તિમય માહોલમાં કરવામાં આવી હતી. નવા વર્ષના પાવન અવસરે રાઠોડ પરિવારના ‘એક જ ડાળના પંખી’ ભાવ સાથે ખોડિયાર ગ્રુપ રખિયાલ અને રાઠોડ પરિવારના નાગણેશ્વરી ગ્રુપ દ્વારા ખોડિયાર માતાજી તથા નાગણેશ્વરી માતાજીની ભવ્ય સમૂહ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે 211 દીવડાની ઝળહળતી રોશની વચ્ચે માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. દીવડાઓના પ્રકાશ અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર માહોલ આસ્થાના રંગે રંગાયો હતો. આરતીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો.

oplus_4194304
oplus_4194304

oplus_4194304

oplus_4194304

આ આયોજનમાં સર્વે સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહભેર જોડાઈ સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સૌએ પરિવાર, સમાજ અને ગામની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ ઉપસ્થિત સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રખિયાલમાં 211 દીવડાની રોશની વચ્ચે યોજાયેલી માતાજીની સમૂહ આરતીએ નવા વર્ષની શરૂઆતને ભક્તિ, એકતા અને સામાજિક સૌહાર્દના રંગે રંગી દીધી હતી.

આરતી પ્રસંગે DJ ટાઇગરના સથવારે ભક્તિમય સંગીત અને ભક્તિના સુરોએ સમગ્ર વાતાવરણને વધુ ઉત્સાહસભર બનાવી દીધું હતું. સંગીતના તાલે અને માતાજીના જયઘોષ સાથે ઉપસ્થિત ભક્તોએ આરતીના પાવન પ્રસંગને ઉત્સાહપૂર્વક માણ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -