34.2 C
Ahmedabad
Friday, October 23, 2026

પંજાબ ચૂંટણી: ‘કોંગ્રેસ-AAP સિવાય કોઈપણ સાથે ગઠબંધન માટે તૈયાર’, સુખબીર બાદલની મોટી જાહેરાત


પંજાબની રાજનીતિમાં ગઠબંધનને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પંજાબમાં NDA ની સરકાર બનવાના દાવાના એક દિવસ બાદ શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અકાલી દળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સિવાય અન્ય સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. સુખબીર સિંહ બાદલે કોંગ્રેસ અને AAPને પંજાબના દુશ્મન ગણાવતા કહ્યું કે આ બંને પક્ષો સિવાયના અન્ય પક્ષો માટે અકાલી દળના દરવાજા ખુલ્લા છે.

સુખબીર સિંહ બાદલના નેતૃત્વમાં અકાલી દળના એક પ્રતિનિધિમંડળે આજે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભગવંત માનને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. મુલાકાત બાદ બાદલે કહ્યું કે શિરોમણી અકાલી દળ એક ક્ષેત્રીય પક્ષ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પંજાબની બેહતરીમાટે કામ કરવાનો છે.

સુખબીર સિંહ બાદલે જણાવ્યું કે પાર્ટી સત્તામાં રહે કે વિપક્ષમાં, પંજાબના હિતો માટે સંઘર્ષ કરતી રહેશે. બાદલના મતે, અકાલી દળની રાજનીતિ રાજ્યના લોકો અને તેમના હિતો સાથે જોડાયેલી છે.

ગઠબંધનના સવાલ પર સુખબીરસિંહ બાદલે કહ્યું કે, અકાલી દળ એવા પક્ષો સાથે મળીને કામ કરવા તૈયાર છે જે તેની વિચારધારા સાથે સહમત છે. જોકે, તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આ સંભવિત ગઠબંધનમાંથી બહાર રાખ્યા છે.

બાદલે કહ્યું કે કોંગ્રેસ અને AAP પંજાબના દુશ્મન છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ બંને પક્ષો સિવાય સમાન વિચાર ધરાવતા અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવા માટે અકાલી દળ તૈયાર છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પંજાબમાં રાજકીય પક્ષો વચ્ચે આગામી ચૂંટણીઓને લઈને રણનીતિ અને ગઠબંધનની સંભાવનાઓ પર ચર્ચા તેજ થઈ રહી છે. અમિત શાહના NDA સરકાર બનાવવાના દાવા બાદ અકાલી દળનું આ વલણ રાજ્યમાં સંભવિત રાજકીય સમીકરણોને લઈને મહત્વનું માનવામાં આવી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -