35 C
Ahmedabad
Tuesday, October 20, 2026

ગાંધીનગર ખાતે વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરીને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જાળવી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક આ વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનની પરંપરા દ્વારા તેમણે શસ્ત્ર અને શાસ્ત્રની રક્ષા તથા તેના મહત્ત્વને ઉજાગર કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પોતાની સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પૂજન કર્યું હતું અને તમામ સુરક્ષાકર્મીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પોતાની સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પૂજન કર્યું હતું અને તમામ સુરક્ષાકર્મીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષાકર્મીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં ફરજ, કર્તવ્યભાવના અને કર્મયોગના મહત્ત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રક્ષા અને સુરક્ષાનું દાયિત્વ નિભાવવાની સાથે સંવેદના, કરુણા અને સત્કર્મોની ભાવના જાળવી રાખીને કર્તવ્યપથ પર અવિરત કાર્યરત રહેવું એ જ સાચો કર્મયોગ અને ફરજનિષ્ઠા છે. કર્તવ્યપાલન સાથે માનવીય મૂલ્યોનું જતન અને સત્કર્મો દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનો વિચાર પણ જીવનમાં એટલો જ મહત્ત્વનો છે.

મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળતા પોલીસ અધિક્ષક શ્રી તેજસ પટેલે શસ્ત્રપૂજનના અવસરે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી સુરક્ષા-સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટરશ્રીઓ, કમાન્ડોઝ તથા વાહનચાલકો સહિતના સુરક્ષાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્રપૂજનમાં સહભાગી થયા હતા.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજન કરવાની આ પરંપરા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી હતી, જે આજે પણ પરંપરાગત શ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠાની ભાવના સાથે જાળવી રાખવામાં આવી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -