પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થવાની મોટી દુર્ઘટના; 20થી વધુ બાળકોનાં મોત, અનેક ઘાયલ ગંભીર
પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક શાળાની છત ધરાશાયી થવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયાં છે; જેમાં 20 વિદ્યાર્થીઓ અને એક મહિલા શિક્ષિકા સામેલ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, મૃત્યુ પામેલા 20 વિદ્યાર્થીઓમાં 18 બાળકો અને 2 બાળકીઓનો સમાવેશ થાય છે.જેમની ઉંમર 7 થી 12 વર્ષની વચ્ચે હતી. આ ઉપરાંત એક મહિલા શિક્ષિકાનું પણ મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 5ની સ્થિતિ ગંભીર છે.શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ પણ કેટલાક બાળકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
- Advertisement -
- Advertisement -