33.2 C
Ahmedabad
Saturday, October 17, 2026

એશિયન પેરા ગેમ્સ-2026 માટે ભારતીય પેરા પાવરલિફ્ટિંગ ખેલાડીઓને વિદાય,SAI ગાંધીનગરના ચાર ખેલાડીઓ જાપાનમાં યોજાનારી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે


સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI), પ્રાદેશિક કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આગામી 5મી એશિયન પેરા ગેમ્સ-2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા પેરા પાવરલિફ્ટિંગ ખેલાડીઓના સન્માનમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ સ્પર્ધા 18થી 24 ઑક્ટોબર, 2026 દરમિયાન જાપાનના આઇચી-નાગોયા ખાતે યોજાનાર છે.

SAIના નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCoE), ગાંધીનગરના ચાર પ્રતિભાશાળી ખેલાડીઓ જસપ્રીત કૌર, સીમા રાણી, મનીષ કુમાર અને ઝંડુ કુમાર અનુભવી કોચ શ્રી રાજિન્દર સિંહ રાહીલીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિદાય સમારોહ દરમિયાન ખેલાડીઓની મહેનત, સમર્પણ અને રમતગમત ક્ષેત્રે તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી તથા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિઓ SAI ગાંધીનગરના આ ચારેય ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. SAI ખાતે મળતી સઘન તાલીમ, નિષ્ણાત કોચિંગ અને આધુનિક રમતગમત સુવિધાઓએ તેમની સ્પર્ધાત્મક ક્ષમતા વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ઝંડુ કુમારે વર્ષ 2026માં ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત, તેમણે વર્ષ 2025માં બેઇજિંગ વર્લ્ડ કપમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

મનીષ કુમારે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં અનેક ગોલ્ડ મેડલ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. સીમા રાણીએ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં અનેક ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.

જસપ્રીત કૌરે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે. વર્ષ 2025માં બ્રાઝિલ ખાતે યોજાયેલી પેરા પાવરલિફ્ટિંગ ઓપન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે.

કોચ શ્રી રાજિન્દરસિંહ રાહીલીના માર્ગદર્શન હેઠળ ચારેય ખેલાડીઓ પોતાની ટેકનિક, શારીરિક શક્તિ અને સ્પર્ધાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સઘન તાલીમ લઈ રહ્યા છે. SAI NCoE, ગાંધીનગર ખાતે ઉપલબ્ધ નિષ્ણાત માર્ગદર્શન અને રમતગમતની આધુનિક સુવિધાઓ તેમની તૈયારીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -