મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા નવરાત્રી ગરબા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા નવરાત્રી ગરબા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માં આદ્યશક્તિની આરતી આરાધના કરી હતી.

આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી પર્વમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ અને આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશનના પ્રમુખ શ્રી સી.વી. સોમ અને શ્રીમતી ચંન્દ્રાણી સોમ, વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ એસોશિએશનના અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનો આ ગરબા ઉત્સવમાં ભાવ ભર્યો સત્કાર કર્યો હતો.
રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓ, પોલીસ મહાનિર્દેશક શ્રી જી.એસ. મલિક, હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડો. જયપાલ સિંઘ અને રાજ્ય સરકારમાં સેવારત તથા નિવૃત્ત સનદી અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા ઉત્સવમાં સહભાગી થયા હતા.
- Advertisement -
- Advertisement -