33.2 C
Ahmedabad
Saturday, October 17, 2026

​પૂર્વ મલયાલમ ફિલ્મમેકર બન્યો ચોર, ટ્રેનમાં ચોરીના આરોપમાં ગિરફ્તાર 2 દિવસ પહેલા ચોર્યો હતો 80 હજારનો મોબાઈલ


કલ્લાન્મારુડે વીડુ’ જેવી ફિલ્મો માટે જાણીતા મલયાલમ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા કાજા હુસેનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કાજા હુસેનની રવિવારે કેરળના પલક્કડ રેલવે સ્ટેશનથી પોલીસે ધરપકડ કરી છે. કાજાની ચોરીના આરોપસર પોલીસે ધરપકડ કરી છે. પલક્કડ રેલવે પોલીસે રવિવારે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના મોંઘા ફોન અને લેપટોપ ચોરવાના આરોપમાં ધરપકડ કરી છે.જેની માહિતી શોર્નૂર રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જાતે આપી અને જણાવ્યું કે એક મહિલા દ્વારા મોબાઇલ ચોરી થયાની ફરિયાદ સામે આવ્યા બાદ શરૂ થયેલી તપાસના અંતે તેઓ કાજા હુસેન સુધી પહોંચ્યા હતા.

​શોર્નૂર રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે કાજા હુસેન પર મોબાઇલ-લેપટોપ જેવી ચીજવસ્તુઓ ચોરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે આરોપી બે દિવસ પહેલા જ મંગલુરુ સેન્ટ્રલ ઇન્ટરસિટી એસએફ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક મહિલા મુસાફરનો 80,000 રૂપિયા કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

​ચોરીની ઘટના સામે આવ્યા બાદ રેલવે પોલીસે BNSની કલમ 305 (ઘર, વાહન કે પૂજા સ્થળમાં ચોરી) હેઠળ ગુનો નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી અને રવિવારે હુસેનની ધરપકડ કરી લેવામાં આવી. કાજા હુસેન 2024માં રિલીઝ થયેલી ચર્ચિત મલયાલમ ફિલ્મ ‘કલ્લાન્મારુડે વીડુ’ના ડિરેક્ટર-પ્રોડ્યુસર છે. પોલીસ અનુસાર, ફિલ્મ કોમર્શિયલી ફ્લોપ થયા બાદ હુસેનને ભારે નુકસાન થયું હતું.જેના કારણે તેમની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી. આ સ્થિતિમાં નુકસાનની ભરપાઈ કરવા અને પૈસા કમાવવા માટે તેમણે ચોરીનો રસ્તો અપનાવી લીધો અને ટ્રેનોમાં ચોરીની વારદાતોને અંજામ આપવા લાગ્યા.

​શોર્નૂર રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે કાજા હુસેને શોર્નૂર વિસ્તારમાં બે લેપટોપ અને 80 હજાર રૂપિયા કિંમતનો એક મોબાઇલ ચોર્યો હતો. આ સિવાય કાજા પર કોઝિકોડમાં પણ બે લેપટોપ ચોરવાનો આરોપ છે. આ સમાચારથી મનોરંજન જગતના લોકો પણ સ્તબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ‘કલ્લાન્મારુડે વીડુ’ ફ્લોપ થયા બાદ કાજા હુસેને ફિલ્મનાક્ટર બિજુકુટ્ટન પર આરોપ લગાવ્યો હતો કે તે ફિલ્મના પ્રમોશન દરમિયાન હાજર નહોતા રહ્યા, જેના કારણે તેમની ફિલ્મને ઘણું નુકસાન થયું હતું. તેમનું કહેવું હતું કે જો અભિનેતા પ્રમોશન દરમિયાન હાજર હોત તો દર્શકો પર તેની અલગ જ અસર પડત અને તેમના ચાહકો ચોક્કસપણે તેમની ફિલ્મ જોવા પહોચત.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -