33.2 C
Ahmedabad
Saturday, October 17, 2026

કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ; વધુ પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો શરૂ થશે


હાલમાં રાજ્યમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO)કાર્યરત છે. નવી પાંચ FTO શરૂ થતાં આ સંસ્થાઓની સંખ્યા દસ થશે.

મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની સરકારમાં ગુજરાતે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે અને સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું છે.

ગુજરાતમાં ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનો (FTOs) દ્વારા અત્યાર સુધીમાં કુલ 5,200થી વધુ એવિએશન વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે, 3,200થી વધુ કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) ધારકો તૈયાર થયા છે.

OCT 06 2026 10:50 AM BY અન્ય ગાંધીનગર એચ.ઓ

ગાંધીનગર: મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત સરકારે આકાશમાં ઊંચી ઉડાન ભરી છે અને ગુજરાતમાં સિવિલ એવિએશનનું મજબૂત માળખુ તૈયાર થતાં કોમર્શિયલ પાયલટ ટ્રેનિંગ માટે ગુજરાત નેશનલ હબ બન્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં જેશમાં એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં મહત્વનાં પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે અને યુવાનો માટે કારકિર્દીના નવાં દ્વારો ખુલ્યા છે.

ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO)નું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું કરીને એવિએશન ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે આગોતરો અને દૂરંદેશી અભિગમ અપનાવ્યો છે. સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL)ના માધ્યમથી ગુજરાતે પોતાનું મજબૂત એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કર્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -