33.2 C
Ahmedabad
Saturday, October 17, 2026

ચેક બાઉન્સ કેસ :અહંકારને યોગ્ય જગ્યાએ રાખો’; SCએ રાજપાલને ફટકાર લગાવી, નાણાં જમા કરાવવા માટે એક દિવસનો સમય આપ્યો


સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજરાજપાલ યાદવને આકરી ફટકાર લગાવી છે અને તેમને નાણાં જમા કરાવવા માટે માત્ર એક દિવસનો સમય આપ્યો છે.

​સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે રાજપાલ યાદવે અગાઉ આપેલા નિર્દેશોનું પાલન કર્યું નથી. કોર્ટે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે આવી અક્કડ અને અહંકારને યોગ્ય જગ્યાએ જ રાખવા જરૂરી છે અને વકીલોએ પણ ક્યારે બોલવું તેની જાણ હોવી જોઈએ.

​આ કેસમાં કુલ 7.5 કરોડ રૂપિયાની રકમ સામેલ છે અને કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે અરજી ફગાવી દેવાના પક્ષમાં હતી. પરંતુ માત્ર એટલા માટે રાહ જોઈ રહી છે જેથી complainant (ફરિયાદી) ને તેના નાણાં પાછા મળી શકે. કોર્ટે બાકીની રકમ ચૂકવવા માટે આવતીકાલ સુધીનો સમય આપ્યો છે અને આ મામલાની આગામી સુનાવણી પરમ દિવસે રાખવામાં આવી છે.જેને કોર્ટની યાદીમાં સૌથી ઉપર રાખવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -