27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

રખિયાલના બે યુવાનોનું લદ્દાખમાં સાહસિક પરાક્રમ, 6,000 કિમીની સફર ખેડી વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર લહેરાવ્યો રખિયાલનો ગૌરવ


રખિયાલ ગામના યુવાનો જયેન રમણભાઈ ચૌધરી અને અમન શાહે સાહસ, હિંમત અને દૃઢ નિશ્ચયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં લદ્દાખમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા સુધીની સાહસિક સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. બંને યુવાનોએ આશરે 6,000 કિલોમીટરનો લાંબો પ્રવાસ કરી આ સિદ્ધિ મેળવી છે.

આ સાહસિક સફર દરમિયાન બંને યુવાનોએ સતત 13 દિવસ સુધી પહાડી વિસ્તારોમાં બાઈક દ્વારા પ્રવાસ કર્યો હતો. સફર દરમિયાન ઊંચા પહાડો, વળાંકવાળા કપરા રસ્તાઓ, ઠંડી હવામાન પરિસ્થિતિ અને ઓછી ઓક્સિજન જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં મક્કમ મનોબળ અને સાહસના બળે બંને યુવાનો પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચ્યા હતા.

ઉમલિંગ લા લદ્દાખના અતિ ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલો માર્ગ છે અને તેની ઊંચાઈને કારણે અહીં પહોંચવું પોતાનામાં જ એક પડકાર માનવામાં આવે છે. રખિયાલથી શરૂ થયેલી આ સફર દરમિયાન બંને યુવાનોએ કુદરતના અદભુત નજારા સાથે અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો.

આ સફર માત્ર પ્રવાસ પૂરતી સીમિત ન રહી, પરંતુ સાહસ, સંકલ્પ અને યુવા શક્તિનું પ્રતીક બની છે.જયેન રમણભાઈ ચૌધરી અને અમન શાહની આ સિદ્ધિથી રખિયાલ ગામનું નામ ગૌરવભેર ઊંચું થયું છે.

બંને યુવાનોની આ સિદ્ધિની જાણ થતાં ગ્રામજનો, મિત્રો અને પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગ્રામજનો દ્વારા બંને સાહસિક યુવાનોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

રખિયાલના આ બંને યુવાનોએ સાબિત કરી બતાવ્યું છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને સાહસ હોય તો ઊંચામાં ઊંચા શિખર સુધી પહોંચવું પણ શક્ય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -