27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

ગુજરાતના જાણીતા કોમેડી કલાકાર ‘ગુજ્જુ લવ ગુરૂ’ ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન


ગુજરાતભરમાં પોતાના અંદાજ અને દેશી કોમેડીથી લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર લોકપ્રિય કલાકાર ‘ગુજ્જુ લવ ગુરૂ’ એટલે કે ચંદન રાઠોડનું એક ગમખ્વાર અકસ્માતમાં આસામયિક અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર મળતાં જ વાવ-થરાદ પંથક સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકની ઘેરી કાળી બાંધી ગઈ છે.

મળતી માહિતી મુજબ, સુઈગામ તાલુકાના વતની એવા ચંદન રાઠોડ એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતની આ કરુણ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું દુઃખદ નિધન થયું હતું. અકસ્માત બાદ તેમના પાર્થિવ શરીરને વધુ પ્રક્રિયા માટે ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ હોસ્પિટલ અને તેમના વતન ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો અનેક ચાહકો દોડી આવ્યા હતા.

લોકોના દિલમાં કાયમ જીવંત રહેશે ‘ગુજ્જુ લવ ગુરૂ’:

ચંદન રાઠોડે ઉત્તર ગુજરાતની ગ્રામ્ય બોલી, વિશિષ્ટ અભિનય અને અનોખી લોકશૈલી દ્વારા સોશિયલ મીડિયા પર વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો હતો. તેમની સાદી અને મનોરંજક કોમેડીએ ઘરમાં-ઘરમાં અને યુવાનોના દિલમાં આગવી ઓળખ બનાવી હતી. આજે તેમના અચાનક જ ચાલ્યા જવાથી કલા જગત અને ચાહકોમાં અપાર શૂન્યાવકાશ સર્જાયો છે.

પરિવારજનો અને ચાહકો દ્વારા દિવંગત આત્માને સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

ઈશ્વર દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને આ મુશ્કેલ સમયમાં પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સહ સૌએ અશ્રુભીનીાં શ્રદ્ધાંજલિ પાઠવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -