27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

નાસિક : શ્વાનોના આંતક સામે અનોખો વિરોધ: નેતાએ નગર પંચાયતના અધિકારીની ઓફિસમાં છોડ્યા શ્વાન


ભારતના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનો દ્વારા લોકો પર હુમલા કરવાની સમસ્યા સતત વધી રહી છે. શ્વાનોના હુમલામાં ઘણી વખત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. આ સમસ્યાને લઈને લોકો અગાઉ પણ અનેકવાર વિરોધ નોંધાવી ચૂક્યા છે. પરંતુ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી રખડતા શ્વાનો સામે વિરોધ કરવાની એક એવી રીત સામે આવી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે.

નાસિકના નિફાડ શહેરમાં રખડતા શ્વાનોના ત્રાસથી પરેશાન થઈને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પદાધિકારીએ નગર પંચાયતના મુખ્ય અધિકારીની ઓફિસમાં શ્વાનો છોડી દીધા છે.

શહેરમાં રખડતા શ્વાનોના વધતા આંતકથી નાગરિકો ખૂબ જ પરેશાન છે. શ્વાનોના હુમલા અને કરડવાની ઘટનાઓથી લોકોમાં ભારે રોષ છે. આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતાં ઠાકરે જૂથના શિવસેના પદાધિકારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. નિફાડ નગર પંચાયતના મુખ્ય અધિકારી ધીરજ ભામરેની ઓફિસમાં તેમની ટેબલ પર રખડતા શ્વાનો છોડી દેવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શ્વાનોના પ્રશ્ને દુર્લક્ષ સેવવાનો આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિરોધ પ્રદર્શન યુવા સેનાના જિલ્લા પ્રમુખ વિક્રમ રંધવે દ્વારા કાર્યકર્તાઓ સાથે મળીને કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નગર પંચાયતના મુખ્ય અધિકારીની ટેબલ પર શ્વાનો છોડવામાં આવ્યા અને અધિકારીને નોટોનો હાર પહેરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ નગર પંચાયત તંત્ર પર રખડતા શ્વાનોના પ્રશ્નની ઉપેક્ષા કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

મુંબઈમાં પણ જોવા મળ્યો હતો શ્વાનનો ત્રાસ

આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ મુંબઈની એક હાઇ-રાઇઝ સોસાયટીમાં પાલતુ શ્વાનનો ત્રાસ જોવા મળ્યો હતો. લિફ્ટમાં એક શ્વાને બાળકો પર હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકીઓ પર હૂમલો કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે લિફ્ટમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

મહિલા શ્વાનને કાબૂમાં લેવા માટે ખૂબ પ્રયાસ કરતી રહી, પરંતુ શ્વાન તેના કાબૂમાં આવી રહ્યો ન હતો. જોકે, મહિલાએ સમય સૂચકતા વાપરીને શ્વાનને પાછો ખેંચી લીધો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નહોતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -