27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

ભારતીય વનડે સ્ક્વોડમાં થયા કુલ 8 મોટા ફેરફાર: એશિયન ગેમ્સ અને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં આ ખેલાડીને ન મળી જગ્યા


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા વેસ્ટ ઈન્ડિઝ સામે ઘર આંગણે રમાનારી આગામી ત્રણ વનડે અને 5 ટી20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. આમાં સૌથી વધુ નજર વનડે સ્ક્વોડ પર હતી, કારણ કે એશિયન ગેમ્સની સ્ક્વોડનો ભાગ રહેલા ખેલાડીઓનું બહાર થવું નિશ્ચિત હતું. ટીમ ઈન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી છેલ્લી વનડે શ્રેણીની સ્ક્વોડ સાથે સરખામણી કરીએ તો કુલ 8 ફેરફાર થયા છે. જેમાં એક ખેલાડી એવો છે જે ન તો વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીનો ભાગ છે અને ન તો તેને એશિયન ગેમ્સ 2026ની સ્ક્વોડમાં જગ્યા મળી છે.

હર્ષ દુબેને કોઈપણ સ્ક્વોડમાં નથી મળી જગ્યા

ઇંગ્લેન્ડ પ્રવાસ પર જ્યારે ભારતીય ટીમે પોતાની છેલ્લી વનડે શ્રેણી રમી હતી, ત્યારે હર્ષ દુબે સ્ક્વોડનો ભાગ હતા. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રવિન્દ્ર જાડેજાના પુનરાગમનને કારણે હર્ષ દુબે બહાર થઈ ગયા છે. આ ઉપરાંત પ્રિન્સ યાદવ પણ, જે અગાઉ વનડે સ્ક્વોડનો ભાગ હતા. તેમને આ વનડેમાં જગ્યા મળી નથી.પરંતુ તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચોની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડનો ભાગ છે.

જ્યારે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં થયેલા અન્ય ફેરફારોની વાત કરીએ તો, શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ,અર્શદીપ સિંહ, શિવમ દુબે, ઈશાન કિશન અને અક્ષર પટેલ એશિયન ગેમ્સ 2026ની સ્ક્વોડનો ભાગ હોવાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યા નથી.

આકિબ નબી અને નમન ધીરને પહેલીવાર વનડે ટીમમાં મળી જગ્યા

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં બે એવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેઓ વનડેમાં પહેલીવાર રમતા જોવા મળી શકે છે. જેમાં એક નામ ફાસ્ટ બોલર આકિબ નબીનું છે. જે લાંબા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. જ્યારે બીજું નામ ઘરેલુ ક્રિકેટમાં પંજાબ તરફથી રમનાર બેટ્સમેન નમન ધીરનું છે. આ બંને પહેલીવાર ભારતીય વનડે સ્ક્વોડનો ભાગ બન્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની સ્ક્વોડ:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), નમન ધીર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર અને આકિબ નબી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -