27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

દહેગામના કરોલીમાં LCB સેક્ટર-27ની સપાટો: અજીતસિંહ ઠાકોરના ઘરેથી ₹1.05 લાખનો વિદેશી દારૂ જપ્ત


ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા કરોલી ગામના નાના ઠાકોરવાસમાં એલસીબી સેક્ટર-27 ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી અજીતસિંહ છનાજી પરમાર (ઠાકોર) પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

ઘટનાની વિગતો મુજબ, એલસીબી સેક્ટર-27 ના પોલીસ કર્મચારીઓ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પંચોને સાથે રાખી કરોલી ગામના ગેટ પાસે આવેલા આરોપીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પહોંચી ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને મુખ્ય ઇસમ હાજર ન મળતા ઘરની પાછળ આવેલી નવેળીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં દીવાલની બાજુમાં રાજસ્થાન વેચાણ અર્થેના વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને બીયરના જથ્થાની પેટીઓ તેમજ છૂટી બોટલો ગોઠવાયેલી મળી આવી હતી.

પોલીસે તપાસ દરમિયાન અજીતસિંહના ઘરેથી વિવિધ બ્રાન્ડની કુલ 258 બોટલો અને ટીન કબ્જે કર્યા છે. આ જથ્થામાં 1. ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કી (750 ML) ની 10 છૂટી બોટલો (એક નંગની કિંમત રૂ. 1,300 લેખે કુલ રૂ. 13,000), 2. રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી (750 ML) ની 11 છૂટી બોટલો (એક નંગની કિંમત રૂ. 1,300 લેખે કુલ રૂ. 14,300), 3. રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કી (180 ML) ની 70 છૂટી બોટલો (એક નંગની કિંમત રૂ. 325 લેખે કુલ રૂ. 22,750), 4. 8 PM સ્પેશીયલ રેર વ્હીસ્કી (180 ML) ની 40 છૂટી બોટલો (એક નંગની કિંમત રૂ. 275 લેખે કુલ રૂ. 11,000), 5. કિંગફીશર રીગલ સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર (500 ML) ની 4 પેટી અને 103 છૂટી બોટલો/ટીન મળી કુલ 107 નંગ (એક નંગની કિંમત રૂ. 220 લેખે કુલ રૂ. 22,660), અને 6. બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કી (375 ML) ની 1 પેટી તથા 24 છૂટી બોટલો મળી કુલ 25 નંગ (એક નંગની કિંમત રૂ. 900 લેખે કુલ રૂ. 21,600) મળી આવ્યા હતા.

પોલીસે તમામ વિદેશી દારૂ અને બીયરની બોટલો તથા ટીન મળી કુલ 258નંગ, જેની કુલ કિંમત રૂ. 1,05,319/- થાય છે. તે મુદ્દામાલ કબજે કર્યો છે. નિયમનુસાર સેમ્પલ માટે બોટલો અને ટીન અલગ તારવી પંચો તથા પોલીસ અધિકારીઓની સહીવાળી કાપલી લગાવી લાખથી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ રેઇડ દરમિયાન આરોપી અજીતસિંહ છનાજી પરમાર હાજર મળી આવ્યો ન હતો. જેથી ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(A), 65(E),116 અને 116(B) મુજબ કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ કરનાર પોલીસ કર્મચારીઓ:

વિપુલકુમાર નાથુભાઈ (અ.હેડ.કોન્સ., બ.નં. 1550, દહેગામ પોલીસ સ્ટેશન)

જયસ્મીતરાજસિંહ મહેન્દ્રસિંહ (પો.કો., બ.નં. 1945, એલસીબી સેક્ટર-27, ગાંધીનગર)

મિલનકુમાર બળદેવભાઈ (અ. હેડ. કોન્સ એલસીબી, ગાંધીનગર

રામેશ્વર મનુભાઈ (એ.એસ.આઈ., બ.નં. 1473, દહેગામ પોલીસ સ્ટેશન)


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -