27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

દહેગામમાંથી ₹19,220ના વિદેશી દારૂ સાથે ₹20 લાખની લક્ઝરી કાર જપ્ત, કુલ ₹20,20,720નો મુદ્દામાલ કબજે


ગાંધીનગર: ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB-02)ની ટીમે દહેગામ GIDC વિસ્તારમાં બાતમીના આધારે સઘન દરોડો પાડીને નંબર વગરની લક્ઝરી ફોરચ્યુનર કાર અને વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ દરમિયાન દહેગામના લીમ્બચ માતાની ફળીમાં રહેતા સુરદીપસિંહ ભાવસિંહ ઝાલા નામના શખ્સને દહેગામ GIDC ખાતે શ્રીરામ ટીમ્બર માર્ટની બાજુના ખુલ્લા પ્લોટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબ્જામાંથી રાજસ્થાન વેચાણ અર્થેના રોયલ સ્ટેગ વ્હિસ્કી, વ્હાઇટ લેસ વોડકા અને મેજિક મોમેન્ટ્સ વોડકાની બોટલો તેમજ કિંગફિશર બિયરના ટીન મળી કુલ 67 નંગ દારૂ-બિયરનો જથ્થો (કિંમત ₹19,220) મળી આવ્યો હતો. આ ઉપરાંત, ઘટનાસ્થળેથી એક નંબર વગરની કાળા રંગની ફોરચ્યુનર કાર (એન્જિન નંબર: 1GDA821979, ચેસીસ નંબર: MBJAA3GS1006179890724, કિંમત ₹20,00,000) અને રોકડ ₹1,500 સહિત કુલ ₹20,20,720 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપી વિરુદ્ધ પાસ-પરમિટ વગર પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો રાખી હેરફેર કરવા બદલ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ-65(એ)(એ) અને 98(2) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં તપાસ કરનાર પોલીસ અધિકારી અને મુખ્ય તપાસ અધિકારી આ. હે. કો.નરેશભાઈ વિરજીભાઈ પરમાર,અ.પો.કો.જયસ્મીતરાજસિંહ,અ.હેડ.કોન્સ.વિપુલકુમાર નાથુભાઈ પટેલ,આ.પો.કો. જયદીપસિંહ મહેન્દ્રસિંહ,આ.પો.કો. દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ સામેલ હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -