ઝાલોદના આપના પ્રભારી અનિલભાઈ ગરાસિયાની સારમરીયા PHC ખાતે ઓચિંતી મુલાકાત: આરોગ્ય સેવાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા અને પ્રભારી શ્રી અનિલભાઈ ગરાસિયા Wikipedia દ્વારા હાલમાં ક્ષેત્રની વિવિધ શાળાઓ, આંગણવાડીઓ અને આરોગ્ય કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લેવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ કડીના ભાગરૂપે આજે તેમણે સારમરીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ઓચિંતી મુલાકાત લઈને આરોગ્ય ક્ષેત્રની વ્યવસ્થાઓની આકસ્મિક તપાસ કરી હતી.

આ મુલાકાત દરમિયાન શ્રી ગરાસિયાએ PHCના ડૉ. ભાર્ગવ ભાભોર સાથે કેન્દ્રની કામગીરી તેમજ વિવિધ આરોગ્ય વિષયક બાબતો પર વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે આરોગ્ય કેન્દ્રમાં ઈલાજ અર્થે આવતા દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને પડતી મુશ્કેલીઓ અને મળતી સારવાર અંગે માહિતી મેળવી હતી.
સાધનો અને વોર્ડની ચકાસણી: આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વોર્ડનું નિરીક્ષણ કરી સરકાર દ્વારા સુપ્રીમ ધોરણે આપવામાં આવેલા તમામ તબીબી સાધનો ચાલુ હાલતમાં છે કે બંધ, તેની ચકાસણી કરવામાં આવી હતી.
દવાઓની ઉપલબ્ધતા: કેન્દ્ર પર જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે કે નહીં તે અંગે ડૉ. ભાર્ગવ ભાભોર પાસેથી સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી હતી.
સિકલસેલ અને સહાયનું રજિસ્ટર: સિકલસેલના દર્દીઓને આપવામાં આવતી દવાઓ અને સરકાર દ્વારા મળતી આર્થિક કે અન્ય સહાય અંગેના રજિસ્ટરની રૂબરૂ તપાસ કરીને યોગ્ય નોંધ લેવામાં આવી હતી.
માતૃત્વ અને ડિલિવરી સુવિધાઓ: સગર્ભા બહેનો માટેની ચાલતી ફાઈલો, ડિલિવરીના કેસો અને તેમને અપાતી વિવિધ સુવિધાઓ વિશે જાણકારી મેળવવામાં આવી હતી.
ચોકસાઈ અને સૂચનો: આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા.
ઝાલોદ વિસ્તારના નાગરિકોને યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી આ વિઝિટ લેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
અહેવાલ : યાસીર ગુડાલા દાહોદ
- Advertisement -
- Advertisement -