31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

દહેગામ પોલીસની મોટી કામગીરી: 2 લાખની CNG રીક્ષા ચોરીના માસ્ટરમાઈન્ડ રીઢા ચોરને ઝડપી પાડતી પોલીસ ટીમ, 2 ગુનાનો ભેદ ઉકેલાયો


દહેગામ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે CNG રીક્ષા ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા અને કુખ્યાત માસ્ટરમાઈન્ડ ચોરને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2,00,000 ની કિંમતની CNG ઓટો રીક્ષા કબજે કરી, અમદાવાદ અને મહેસાણા જિલ્લાના કુલ 2 અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢ્યા છે.

પકડાયેલ આરોપીની વિગત:

નામ: જયેશકુમાર ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ ગૌરીશંકર છોટાલાલ રાવલ

ઉંમર: 49 વર્ષ

હાલ રહેઠાણ: કદાદરા ગામ, ઇન્દિરાનગર (ડાહ્યાભાઈ છોટાભાઈ રાવલના ઘરે), તા. દહેગામ, જી. ગાંધીનગર તથા ફુદેલી રામજી મંદિરની લાઈનમાં, ફુલવાળા મહારાજનું ઘર, સૈજપુર બોઘા, અમદાવાદ શહેર.

મૂળ રહેઠાણ: બામોસણા ગામ, તા. વડનગર, જી. મહેસાણા.

ગુના કરવાની ચોંકાવનારી પદ્ધતિ (Modus Operandi):

આરોપી જયેશકુમાર રીક્ષા ચોરી કરવા માટે અગાઉથી જ પોતાની સાથે એક્સ્ટ્રા (વિશેષ) ચાવીનું સોકેટ રાખતો હતો. તે આ ચાવીના સોકેટની મદદથી કોઈપણ રીક્ષા સહેલાઈથી ચાલુ કરી લેતો હતો. ખાસ કરીને તે પોતાના મોજશોખ ખાતર મનપસંદ રીક્ષાઓની ચોરી કરતો અને સિવિલ હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓ અને ભીડભાડવાળા પાર્કિંગ વિસ્તારોને પોતાનું મુખ્ય નિશાન બનાવતો હતો.

રીકવર કરેલો મુદ્દામાલ:

CNG ઓટો રીક્ષા (નંબર: GJ-01-TL-5440): અંદાજે કિંમત રૂપિયા 2,00,000/-

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:

આ રીઢા ગુનેગાર વિરુદ્ધ અગાઉ પણ ગુજરાતના અલગ-અલગ પોલીસ સ્ટેશનો (જેવા કે ગાંધીનગર, વડનગર, સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ અને અમદાવાદ) માં વાહન ચોરીના અંદાજે 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.જે દર્શાવે છે કે, તે વાહન ચોરીના ગુનાઓમાં લાંબા સમયથી સક્રિય છે.

પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી:

નાયબ પોલીસ મહાનિરીક્ષક નરેન્દ્ર યાદવ, પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી તથા દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ દહેગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.દેસાઈ તથા તેમની ટીમના કર્મચારીઓ (કેતનકુમાર જેઠાભાઈ, સોહિલસિંહ મુકુંદસિંહ, અનિલભાઈ કાળાભાઈ અને રાજુભાઈ રમણભાઈ) દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -