31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

દક્ષિણ ભારતીય સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ રિલીઝ પહેલા જ સુપરહિટ, એડવાન્સ બુકિંગમાં વેચાયા 9 લાખથી વધુ ટિકિટ!


દક્ષિણ ભારતીય સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ રિલીઝ પહેલા જ સુપરહિટ, એડવાન્સ બુકિંગમાં વેચાયા 9 લાખથી વધુ ટિકિટ!

કન્નડ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક: એ ફેરીટેલ ફોર ગ્રોન અપ્સ’ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બુધવારે એટલે કે 26 ઓગસ્ટે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને તેના શાનદાર ક્રેઝને કારણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની પૂરી સંભાવના છે.

21 ઓગસ્ટથી શરૂ થઈ હતી એડવાન્સ બુકિંગ

આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ 21ઓગસ્ટથી શરૂ થયું હતું અને મંગળવાર, 25 ઓગસ્ટ સુધીમાં કન્નડ, હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને અંગ્રેજી વર્ઝનની કુલ મળીને 9 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં જ ફિલ્મની 2 લાખ 65 હજારથી વધુ ટિકિટો વેચાઈ છે.જે દર્શકોમાં રહેલા ભારે ઉત્સાહને દર્શાવે છે.

32 કરોડથી વધુનું કલેક્શન અને 100 કરોડની ઓપનિંગની સંભાવના

ટ્રેડ વેબસાઇટ સેનિલ્કના રિપોર્ટ મુજબ, રિલીઝ પહેલા જ ‘ટોક્સિક’ એડવાન્સ બુકિંગ દ્વારા 32 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ સમય બાકી હોવાથી આંકડાઓમાં વધુ વધારો થઈ શકે છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું અનુમાન છે કે આ ફિલ્મ પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની ગ્રોસ ઓપનિંગ કરી શકે છે. ‘કેજીએફ’ ફ્રેન્ચાઈઝીની અપાર સફળતા બાદ યશની આ પ્રથમ ફિલ્મ છે.જેના કારણે ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

સ્ટાર કાસ્ટ અને નિર્દેશન

‘ટોક્સિક’ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન ગીતુ મોಹનદાસે કર્યું છે. ફિલ્મની કહાની યશ અને ગીતુ મોહનદાસે સંયુક્ત રીતે લખી છે. ગત 8 ઓગસ્ટે રિલીઝ થયેલા ટ્રેલરમાં યશનો ખતરનાક એક્શન અવતાર જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં યશની સાથે કિયારા અડવાણી, નયનતારા, તારા સુતારીયા, હુમા કુરેશી અને રૂક્મિણી વસંત જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.

કિયારા અડવાણીએ કરી યશની પ્રશંસા

તાજેતરમાં ચેન્નઈમાં યોજાયેલા પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન અભિનેત્રી કિયારા અડવાણીએ યશ અને નિર્દેશિકા ગીતુ મોહનદાસના વખાણ કર્યા હતા. કિયારે જણાવ્યું હતું કે જ્યારે તેણે પોતાની પ્રેગ્નેન્સીની વાત પોતાના પરિવાર બાદ સૌથી પહેલા આ બંને સાથે શેર કરી હતી.ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે કોઈપણ ચિંતા વગર કિયારાને સપોર્ટ કર્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -