સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા સલમાન મોરાવાલાની મહીસાગર જિલ્લા મીડિયા સચિવ તરીકે ગાંધીનગર ખાતે નિમણૂક કરવામાં આવી
સંતરામપુર મહીસાગરમાં સામાજિક એકતા અને જનજાગૃતિના હેતુ સાથે કાર્યરત સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા વર્ષ 2026–27 માટે મહીસાગર જિલ્લા સમિતિમાં સંતરામપુર ના શ્રી યુવા પત્રકાર સલમાન મોરાવાલાની મીડિયા સચિવ તરીકે 23 ઓગષ્ટ 2026 ના રોજ ગાંધીનગર ખાતે મિટિંગ દરમિયાન નિમણૂક કરવામાં આવી છે.

જેમાં સંસ્થાના રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી શ્રી વિમલ સોલંકી દ્વારા આ નિમણૂક કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેર ના યુવા પત્રકાર શ્રી સલમાન મોરાવાલાની નિમણૂક 15 જૂન 2027 સુધી માન્ય રહેશે.

નવી જવાબદારી અંતર્ગત સંતરામપુરના વતની શ્રી યુવા પત્રકાર સલમાન મોરાવાલા સામાજિક એકતા, જનજાગૃતિ અને સંગઠનના હેતુઓને આગળ વધારવા માટે મીડિયા ક્ષેત્રે સક્રિય કામગીરી કરશે. સંસ્થા દ્વારા તેમને સોંપવામાં આવેલી જવાબદારી ઈમાનદારી, નિષ્ઠા અને જવાબદારીપૂર્વક નિભાવવાની શુભેચ્છા પાઠવવામાં આવી છે.
આ નિમણૂક બદલ તેજ ઈન્ડિયા લાઈવ ન્યૂઝના ગુજરાત સ્ટેટ પ્રભારી શ્રી અમિત પરમાર દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેર ના વતની એવા યુવા શ્રી પત્રકાર સલમાન મોરાવાલાને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સામાજિક એકતા અને જનજાગૃતિના કાર્યમાં શ્રી સલમાન મોરાવાલા પોતાની નવી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીને સંગઠનને વધુ મજબૂત બનાવશે તેવી આશા છે.”
શ્રી અમિત પરમારે તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી આગામી સમયમાં સામાજિક હિતના કાર્યોમાં વધુ સક્રિય યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા.
અહેવાલ : યાસીર ગુડાલા,દાહોદ
- Advertisement -
- Advertisement -