31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

દહેગામ : નાંદોલ ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા: રૂ. 11,720 નો મુદ્દામાલ જપ્ત


દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે નાંદોલ ગામે આવેલ રૂણમુક્તેશ્વર મહાદેવ મંદિરની પાછળ ગોચરની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર રેડ કરી, પોલીસે રૂ. 11,720 ના મુદ્દામાલ સાથે કુલ ૦૫ જુગારીઓને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

કેસની વિગતવાર માહિતી

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટી તથા દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનની સૂચનાથી પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે દહેગામ પોલીસ સ્ટેશનના સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સૂચનાના અનુસંધાને સર્વેલન્સ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા..તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે,નાંદોલ ગામે આવેલલા રૂણમુક્તેશ્વર મહાદેવ મંદિરની પાછળ ગોચરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યા છે.

આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રૂબરૂ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા 05 ઇસમોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ Rs. 11,720/- નો મુદ્દામાલ કબ્જે કરી દહેગામ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓની વિગત

1. પુનાજી અરજણજી ઠાકોર (ઉં.વ. 28, રહે. ઇન્દીરાનગર, નાંદોલ ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)

2. લાલાજી આતાજી ઠાકોર (ઉં.વ. 35, રહે. ઇન્દીરાનગર, નાંદોલ ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)

3. લાલાજી અંબાલાલ ઠાકોર (ઉં.વ. 36, રહે. ઇન્દીરાનગર, નાંદોલ ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)

4. રાજુજી ચંદુજી ઠાકોર (ઉં.વ. 27, રહે. ઇન્દીરાનગર, નાંદોલ ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)

5. મુંજાલ રમેશભાઈ ઠાકોર (ઉં.વ. 23, રહે. ઇન્દીરાનગર, નાંદોલ ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગર)

જપ્ત કરાયેલ મુદ્દામાલ

આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ: Rs. 9,970/-

દાવ ઉપરથી મળી આવેલ રોકડ: Rs. 1,750/-

ગંજીપાના નંગ ૫૨ કિંમત: Rs. 00/00

કુલ મુદ્દામાલ: Rs. 11,720/-

પોલીસ રેકર્ડ અને ગુનાની વિગત

પોલીસ સ્ટેશન: દહેગામ પોલીસ સ્ટેશન

ગુના રજીસ્ટર નંબર: III-11216005260824/2026

તારીખ: 24/08/2026

કામગીરીમાં જોડાયેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓ

(એમ. એન. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર)

1. અ.હેડ.કોન્સ. ભદ્રેશકુમાર જયંતિભાઈ (બક્કલ નંબર: 1163)

2. અ.હેડ.કોન્સ. વિજયસિંહ તીતસિંહ (બક્કલ નંબર: 1185)

3. આ.હેડ.કોન્સ. કિરણસિંહ વિક્રમસિંહ (બક્કલ નંબર: 657)

4. આ.પો.કો. અજયસિંહ પ્રધ્યુમનસિંહ (બક્કલ નંબર: 1614)

5. આ.પો.કોન્સ. ચિરાગકુમાર રમેશભાઈ (બક્કલ નંબર: 140)

6. અ.પો.કોન્સ. વિક્રમભાઈ કમશીભાઈ (બક્કલ નંબર: 375)

7. અ.લો.ર. મહેશજી ગલાબજી (બક્કલ નંબર: 2832)

(એમ.એન.દેસાઈ),પોલીસ ઈન્સ્પેક્ટર દહેગામ પોલીસ સ્ટેશન, જી. ગાંધીનગર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -