32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

ગોવિંદગુરુ લીમડી તાલુકામાં પાંચ પરિયોજનાના અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા 16 અધિકારીઓની ટીમ દ્વારા બીજા દિવસે પણ ગામેગામ ગ્રામસભાઓ યોજાઈ


ગોવિંદગુરુ લીમડી તાલુકામાં દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે સહિત પાંચ વિવિધ પરિયોજનાઓથી અસરગ્રસ્ત ખેડૂતોના પડતર પ્રશ્નો અને મૂળભૂત સુવિધાઓ બાબતે સરકારી વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી ગઠિત 16 ઉચ્ચ અધિકારીઓની કમિટી દ્વારા સતત બીજા દિવસે પણ ખેડૂત આગેવાનોની ટીમને સાથે રાખી વિવિધ ગામોમાં ગ્રામસભાઓ યોજવામાં આવી હતી.

અસરગ્રસ્ત 14 ગામોના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી પોતાની જમીનનું બાકી રહેલું વળતર અને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા હતા. ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા જાહેરસભા, ધરણાં અને ત્યારબાદ આમરણ ઉપવાસ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. જેને પગલે જિલ્લા કલેક્ટરશ્રીએ તાત્કાલિક ધોરણે 16 જવાબદાર અધિકારીઓની એક વિશેષ સમિતિની રચના કરી ખેડૂતોની રજૂઆતો સાંભળવા અને સ્થળ પર તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો.

આ કામગીરીના ભાગરૂપે બીજા દિવસે પણ વહીવટી ટીમે સવારે 11 :00 કલાકે ગુલતોરા, બપોરે 1:00 કલાકે ટાઢાગોળા અને બપોરે 3:00 કલાકે દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે અસરગ્રસ્ત વિસ્તારોમાં સભાઓ યોજી હતી. આ ગ્રામસભાઓમાં ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી તેમજ સ્થાનિક ખેડૂતોએ પોતાની માંગણીઓ અને સળગતા પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા.

અધિકારીશ્રીઓએ ગામેગામ જઈ ખેડૂતોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી હતી અને માંગણી મુજબ સ્થળ નિરીક્ષણ (સ્પોટ ઇન્સ્પેક્શન) કરીને અહેવાલ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. ખેડૂતોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે માટે આ અહેવાલ ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે.

રિપોર્ટર:  યાસીર ગુડાલા, દાહોદ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -