દાહોદ : ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સામગ્રી મળવાના મામલે તપાસ તેજ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ‘ટચ ધ લાઇટ’ નામની ખાનગી શાળામાંથી સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવ્યાના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક કમિશનર તથા જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પ્રાદેશિક કમિશનર સહિત 3 TPOની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ખાનગી શાળામાં મળી આવેલી સરકારી શૈક્ષણિક કીટ અને અન્ય સામગ્રી કઈ સરકારી શાળામાંથી ત્યાં પહોંચી, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન આ મામલે કોઈ અધિકારીઓ, કર્મચારીઓ કે અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સરકારી શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચી અને તેના માટે જવાબદાર કોણ છે તે સહિતના મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં રહેશે.
આ સમગ્ર મામલે પ્રાથમિક કાર્યવાહીરૂપે CRC કો-ઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાયને ફરજમુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાદેશિક કમિશનર અને જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસ ચાલી રહી હોવાથી તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ હકીકતો બહાર આવવાની શક્યતા છે.
અહેવાલ : કિશોર પણદા, ફતેપુરા
- Advertisement -
- Advertisement -