32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગટન ડી.સી.માં વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે વન-ટુ-વન બેઠક યોજી


ગુજરાતના MSME અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે વાયબ્રન્ટ સમિટ-2027માં સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાનો ફળદાયી પરામર્શ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસ અંતર્ગત સાન ફ્રાંન્સિસ્કોની સફળ મુલાકાત પૂર્ણ કરીને બુધવારે વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા.

વોશિંગટન ડી.સી.માં મુખ્યમંત્રીશ્રીની વન ટુ વન બેઠકના ઉપક્રમમાં વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે તેમણે બેઠક યોજી હતી.

ગુજરાત મોટા પાયે MSME ઉદ્યોગો ધરાવે છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી બ્રાયન્ટે રાજ્યના વિશાળ MSME પુલને સેન્સીટાઈઝ કરીને ગુણવત્તા સુધારણા દ્વારા નિકાસ તકો વધારવા અંગે પરામર્શ કર્યો હતો.

વોલમાર્ટ દ્વારા વૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 2019થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ MSMEsને તાલીમ આપવામાં આવી છે એટલુ જ નહિ, 2028 સુધીમાં 1.70 લાખ MSMEને તાલીમ પૂરી પાડવાનો લક્ષ્યાંક તેમણે રાખ્યો છે તેની વિગતો શ્રીયુત બ્રાયન્ટે મુખ્યમંત્રીશ્રી સમક્ષ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે મળીને વર્કશોપના આયોજનોથી MSMEની સેક્ટરલ સંભાવનાઓની ઓળખ કરે તે માટે પણ ચર્ચાઓ કરી હતી.

રાજ્ય સરકાર અને વોલમાર્ટ આગામી 3થી 4 મહિનામાં આવા MSME અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો પર સાથે મળીને કામ કરી શકે તે માટે પરસ્પર વિમર્શ થયો હતો. આગામી વાયબ્રન્ટ સમિટ-2027 દરમિયાન આ અંગે એક સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાની દિશામાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રીયુત બ્રાયન્ટે તથા ડેલિગેશને ફળદાયી મંત્રણાઓ કરી હતી.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -