રખિયાલની સદ્દભાવના વિદ્યામંદિરમાં ભવ્ય તિરંગા રેલી યોજાઈ: સમગ્ર બજાર દેશભક્તિના રંગે રંગાયું
દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલી સદ્દભાવના વિદ્યામંદિર અને જે. જે. ત્રિવેદી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર એક ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા રેલી શાળા પરિસરમાંથી પ્રસ્થાન કરીને રખિયાલના મુખ્ય બજાર વિસ્તારમાં ફરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવેલા દેશભક્તિના ગીતો અને ગુંજતા સૂત્રોચ્ચારોથી સમગ્ર બજાર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. આ રેલીના માધ્યમથી નાગરિકોને દેશની મહામૂલી આઝાદી અને તેના ઇતિહાસથી અવગત કરાવવામાં આવ્યા હતા.
આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષક સ્ટાફ તેમજ શાળાના સંચાલક કમલેશભાઈ ત્રિવેદી ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
રેલી શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થાય તે માટે રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.
સૌના સહિયારા અને સુંદર પ્રયાસોથી આ તિરંગા રેલી ભવ્ય સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
- Advertisement -
- Advertisement -