સીરિયામાં મોટો નિર્ણય… પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને મૃત્યુદંડ, ભાઈ માહેર પણ દોષી
સીરિયાની એક અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તેમના ભાઈ માહેર અલ-અસદને માનવતા વિરુદ્ધના અપરાધ અને યુદ્ધ અપરાધોના કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે. બંનેને આ સજા તેમની ગેરહાજરીમાં સંભળાવવામાં આવી છે. અદાલતે જણાવ્યું કે, તેમના વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કાનૂની માધ્યમો દ્વારા કાર્યવાહી અને તેમને ન્યાયના કઠેરામાં લાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
બશર અલ-અસદ અને માહેર ડિસેમ્બર 2024માં વિદ્રોહી દળોના તેજ હુમલા પછી સીરિયાથી ભાગીને મોસ્કો જતા રહ્યા હતા. માત્ર 11 દિવસમાં થયેલા આ અભિયાન પછી અસદનું લાંબા સમયથી ચાલતું શાસન સમાપ્ત થઈ ગયું હતું.
અદાલતના જણાવ્યા અનુસાર, બશર અલ-અસદને એકથી વધુ લોકો અને બાળકોની પૂર્વ આયોજિત તેમજ જાણી જોઈને હત્યા, અત્યાચાર, મનસ્વી ધરપકડ અને માનવતા વિરુદ્ધના અપરાધોના દોષી પૂરવાર કરવામાં આવ્યા છે. તેમના ભાઈ માહેર તે સમયે સેનાની કુખ્યાત ચોથી ડિવિઝનના કમાન્ડર હતા અને તેમને અસદ શાસનના પ્રમુખ સુરક્ષા અધિકારી માનવામાં આવતા હતા.
2011ના વિદ્રોહ પર કઠોર કાર્યવાહીનો આરોપ
2011માં સીરિયામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થયા પછી અસદ સરકારે આંદોલનને દબાવવા માટે વ્યાપક સૈન્ય અને સુરક્ષા કાર્યવાહી કરી હતી. સરકાર પર પ્રદર્શનકારીઓ અને આમ નાગરિકોની મોટા પાયે ધરપકડ, અત્યાચાર અને હત્યાના આરોપો લાગ્યા હતા. લગભગ 14 વર્ષ ચાલેલા ગૃહયુદ્ધમાં અંદાજે પાંચ લાખ લોકોના જીવ ગયા હતા.
પિતરાઈ ભાઈ આતેફ નજીબને પણ મૃત્યુદંડ
અદાલતે અસદના પિતરાઈ ભાઈ અને દારા પ્રાંતમાં રાજકીય સુરક્ષા વિભાગના પૂર્વ પ્રમુખ આતેફ નજીબને પણ મૃત્યુદંડની સજા સંભળાવી. નજીબ પર 2011માં 15 બાળકો પર અત્યાચાર કરવાનો આરોપ હતો. આ બાળકોએ દીવાલ પર અસદ વિરોધી નારા લખ્યા હતા. આ ઘટના પછી દક્ષિણ સીરિયાના દારામાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા, જે હળવે હળવે આખા દેશમાં ફેલાઈ ગયા.
નજીબની સુનાવણીને સાર્વજનિક જાહેર રીતે ઘણો પ્રચારિત કરવામાં આવ્યો હતો. અદાલતમાં તેને જેલના યુનિફોર્મમાં એક પીંજરામાં બેસીને કાર્યવાહી સાંભળતા બતાવવામાં આવ્યો હતો. સીરિયાઈ સરકારે આ મુકદ્દમાને સંક્રમણકાલીન ન્યાય (Transitional Justice) ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
અસદ પછી પણ હિંસાથી નથી ઉબરી શક્યું સીરિયા
સીરિયામાં બશર અલ-અસદની સત્તા 8 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. જોકે, અસદ શાસનના પતન પછી સીરિયામાં હિંસા પૂરી રીતે ખતમ થઈ નથી. માર્ચ 2025માં અસદના વફાદાર ઉગ્રવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર હુમલા પછી સામાની હિંસામાં લગભગ 1500 નાગરિક માર્યા ગયા, જેમાં મોટાભાગે અલાવી નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા. અલ-અસદ ઇસ્લામિક અલાવી સંપ્રદાયના હતા. જે સીરિયામાં એક અલ્પસંખ્યક સમૂહ છે અને પોતાના શાસનકાળ દરમિયાન તેમને આ સમૂહના તટીય ગઢમાં મજબૂત સમર્થન હાંસલ હતું.
જુલાઈ 2025માં ડ્રૂઝ બહુલ સુવેદા પ્રાંતમાં સ્થાનીય સંઘર્ષે સાંપ્રદાયિક હિંસાનું રૂપ લઈ લીધું, જેમાં 1,700થી વધુ લોકો માર્યા ગયા. ઉત્તર સીરિયામાં પણ છૂટીછવાઈ હિંસા ચાલુ રહી છે અને અલાવી નાગરિકોને નિશાન બનાવાવાની ઘટનાઓ સામે આવતી રહી છે.
સીરિયાઈ અધિકારીઓએ અસદ શાસનના સમયના અધિકારીઓની ધરપકડ અને સંક્રમણકાલીન ન્યાય માટે સમિતિઓની રચના જેવા પગલાં લીધા છે. સરકારનું કહેવું છે કે આ પ્રયાસોનો ઉદ્દેશ્ય દાયકાઓથી ચાલી રહેલી હિંસા અને સાંપ્રદાયિક વિભાજનને ખતમ કરવાનો છે.
2000માં સંભાળી હતી સત્તા
બશર અલ-અસદે વર્ષ 2000માં 34 વર્ષની ઉંમરે સીરિયાની સત્તા સંભાળી હતી. તેમણે પોતાના પિતા હાફિઝ અલ-અસદ પાસેથી સત્તા વારસામાં મેળવી હતી. વ્યવસાયે નેત્ર ચિકિત્સક રહેલા બશરે લંડનમાં પ્રશિક્ષણ લીધું હતું અને શરૂઆતના સમયમાં તેમને દેશના આગામી રાષ્ટ્રપતિ માનવામાં આવી રહ્યા ન હતા.
તેમના મોટા ભાઈ બાસિલ અલ-અસદના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પછી બશર સત્તાના ઉત્તરાધિકારી બન્યા. શરૂઆતમાં તેમને એક યુવા સુધારવાદી નેતાના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમની પાસેથી રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં ઉદારિકરણની અપેક્ષા રાખવામાં આવી હતી. જોકે, 2011ના વિદ્રોહ પછી તેમની સરકારની કઠોર કાર્યવાહી જ તેમના શાસનની સૌથી મોટી ઓળખ બની ગઈ.
- Advertisement -
- Advertisement -