વિશ્વ બજારમાં ડૉલરનુ ‘સામ્રાજય’ ખતરામાં! સેન્ટ્રલ બેંકોનો મોટો પ્લાન, ભારતને થશે ડબલ ફાયદો

દુનિયામાં આજે પણ ઘણા દેશો વચ્ચે અમેરિકન ડૉલરમાં વેપાર થાય છે. ઇતિહાસથી જ વૈશ્વિક અર્થતંત્રમાં અમેરિકન ડૉલરનો દબદબો અત્યાર સુધી રહ્યો છે.પરંતુ આગામી વર્ષોમાં આ ચિત્ર બદલાતું જોવા મળી શકે છે. એક તાજા સર્વેમાં સામે આવ્યું છે કે, દુનિયાભરની સેન્ટ્રલ બેંકો (કેન્દ્રીય બેંકો) પહેલીવાર પોતાના વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં ડૉલરનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહી છે. આ સર્વે ‘ઓફિશિયલ મોનેટરી એન્ડ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોરમ’ (OMFIF) દ્વારા કરવામાં આવ્યો છે. અને તેના પરિણામો વૈશ્વિક ચલણ વ્યવસ્થામાં મોટા ફેરફાર તરફ ઈશારો કરી રહ્યા છે.
અત્યાર સુધી દુનિયાનો મોટાભાગનો વેપાર, પછી તે ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ની આયાત હોય કે અન્ય કોઈ વસ્તુની નિકાસ, ડૉલર દ્વારા જ થતો આવ્યો છે. આ જ કારણ છે કે, ડૉલરને સૌથી વિશ્વસનીય અને સ્થિર ચલણ માનવામાં આવે છે. પરંતુ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ઘણા દેશો સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે અને અમેરિકાની દબાણવાળી વિદેશ નીતિને લઈને પણ અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે.
શા માટે ડૉલર સાથે રમત થઈ શકે છે?
સર્વે અનુસાર, સેન્ટ્રલ બેંકોને ડૉલર અંગે ત્રણ મુખ્ય જોખમો દેખાઈ રહ્યા છે. પ્રથમ, અમેરિકામાં રાજકીય અસ્થિરતા, જેણે ડૉલરની લાંબા ગાળાની મજબૂતી પર સવાલો ઊભા કર્યા છે. બીજું, અમેરિકાના વિવિધ દેશો સાથે વધતા ભૂ-રાજકીય (જીઓ-પોલિટિકલ) તણાવ, જેની અસર ડૉલરના ભાવોમાં વધ-ઘટ તરીકે જોવા મળી છે. ખાસ કરીને તાજેતરના ઈરાન સંકટ દરમિયાન.
ડૉલર નહીં તો વેપારનો વિકલ્પ શું હશે?
ત્રીજું મોટું કારણ વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાનું બહુધ્રુવીય (મલ્ટિપોલર) થવું છે. એટલે કે હવે મોટાભાગના દેશો માત્ર એક ચલણ પર નિર્ભર રહેવાને બદલે ઘણા ચલણોમાં લેણદેણને પ્રાથમિકતા આપી રહ્યા છે. ડૉલરના સંભવિત વિકલ્પોની વાત કરીએ તો સર્વેમાં સોનું, યુરો, બ્રિટિશ પાઉન્ડ, ચાઈનીઝ યુઆન, નોર્વેની ક્રોન અને ન્યુઝીલેન્ડ ડૉલરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે, યુરો અને યુઆનની પોતાની મર્યાદાઓ છે. જેના કારણે તેઓ હજી ડૉલરનો સંપૂર્ણ વિકલ્પ બની શક્યા નથી.
ભારતને કેવી રીતે થશે ફાયદો?
જો કે રિપોર્ટ એ પણ સ્પષ્ટ કરે છે કે, ડૉલરનું વર્ચસ્વ અચાનક ખતમ થવાનું નથી. આંતરરાષ્ટ્રીય વેપાર અને સુરક્ષિત રોકાણ તરીકે તેની ભૂમિકા હજી પણ મજબૂત બનેલી છે. ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સર્વે ઘણી સંભાવનાઓ ખોલે છે. ડૉલર પર નિર્ભરતા ઘટવાથી ભારત વૈશ્વિક વેપારમાં રૂપિયાના ઉપયોગને પ્રોત્સાહન આપી શકે છે. સાથે જ પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોના અને અન્ય ચલણોનો હિસ્સો પણ વધારી શકે છે.
- Advertisement -
- Advertisement -