33.7 C
Ahmedabad
Monday, June 29, 2026

સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ: અકસ્માતમાં 14 લોકોના કરુણ મોત


સાઉદી અરેબિયાના પૂર્વીય કિનારેથી એક ખૂબ જ દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વની અગ્રણી તેલ કંપનીઓમાં સામેલ ‘સાઉદી અરામકો’ (Saudi Aramco) નું એક હેલિકોપ્ટર રાસ તનુરા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. રવિવારે થયેલા આ ભીષણ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા તમામ લોકો સ્થાનિક નાગરિકો હતા.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક થયો અકસ્માત

આ ભીષણ અકસ્માત સાઉદી અરેબિયાના પૂર્વીય કિનારે આવેલા રાસ તનુરા વિસ્તારમાં થયો હતો, જે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ની પશ્ચિમે આવેલો છે. રાસ તનુરાને મિડલ ઈસ્ટનું સૌથી મોટું ઓઈલ રિફાઈનરી હબ માનવામાં આવે છે. જેનું સંચાલન ખુદ સાઉદી અરામકો કંપની કરે છે. આ હેલિકોપ્ટર પણ આ જ કંપનીનું હતું અને તે પોતાની નિયમિત ગતિવિધિ પર હતું.

અકસ્માતના કારણો પર રહસ્ય, તપાસ શરૂ

આ હેલિકોપ્ટર કયા સંજોગોમાં અને કયા કારણે ક્રેશ થયું તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. સરકારી મીડિયાએ જણાવ્યું કે, અકસ્માતની ગંભીરતાને જોતા સંબંધિત વિભાગો અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ કાટમાળને કબજે કરીને ટેકનિકલ પાસાઓની તપાસમાં લાગેલી છે.

ચાર મહિના પછી શરૂ થયું હતું તેલનું કામ

નોંધનીય છે કે: આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે સાઉદી અરામકોએ લગભગ ચાર મહિનાના લાંબા અંતરાલ પછી ગયા શુક્રવારે જ ખાડી (Gulf) સ્થિત તેના રાસ તનુરા ટર્મિનલ પરથી ક્રૂડ ઓઈલ (Crude Oil) ના લોડિંગનું કામ ફરી શરૂ કર્યું હતું. વૈશ્વિક બજારમાં તેલ અને ગેસની નિકાસને વેગ આપવાની વચ્ચે થયેલા આ મોટા અકસ્માતથી ખળભળાટ મચી ગયો છે.ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને અરામકોના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -