33.7 C
Ahmedabad
Monday, June 29, 2026

આકાશમાંથી કાળ બનીને તૂટ્યું પ્લેન: ફ્રાન્સમાં વિમાન દુર્ઘટનામાં 11 ના મોત, સમગ્ર દેશમાં શોકનો માહોલ


ફ્રાન્સના પૂર્વીય વિસ્તારમાં રવિવારે એક દર્દનાક વિમાન અકસ્માત સર્જાયો હતો. સ્કાઈડાઈવિંગ માટે ઉડાન ભરેલું એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેમાં સવાર તમામ 11 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે દુર્ઘટનાના કારણોની તપાસ ચાલુ છે.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, સ્કાઈડાઈવિંગ મિશન પર ગયેલું એક નાનું સિવિલ વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત પૂર્વીય ફ્રાન્સના ટોમ્બલેન (Tomblaine) વિસ્તારમાં નેન્સી-એસે એરફિલ્ડ નજીક થયો હતો. પ્રશાસને જણાવ્યું કે વિમાને ઉડાન ભર્યાની થોડી જ વારમાં નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તે તૂટી પડ્યું હતું. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

કેટલો ભયાનક હતો અકસ્માત?

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન અચાનક નીચે આવતું દેખાયું અને થોડી જ ક્ષણોમાં જમીન સાથે અથડાઈ ગયું. અથડામણ બાદ જોરદાર અવાજ સંભળાયો હતો અને આસપાસના લોકોએ તરત જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓને જાણ કરી હતી. ફ્રાન્સમાં તાજેતરના સમયમાં નાના નાગરિક વિમાનોના અકસ્માતોમાં આ સૌથી ગંભીર અકસ્માતોમાંથી એક માનવામાં આવી રહ્યો છે.

વહીવટીતંત્રે મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી રહી છે. એરક્રાફ્ટ અકસ્માત તપાસ એજન્સીઓ હવે વિમાનના ભંગારની તપાસ કરશે. આ સાથે બ્લેક બોક્સ અને અન્ય ટેકનિકલ સાધનોની મદદથી એ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે કે આ અકસ્માત આખરે કયા કારણે થયો. હાલમાં પ્રશાસને જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતના અસલી કારણોની પુષ્ટિ થઈ શકશે. આ અકસ્માતને પગલે સમગ્ર ફ્રાન્સમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. અને અનેક નેતાઓએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -