33.7 C
Ahmedabad
Sunday, June 28, 2026

ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ


ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ન્યૂઝીલેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ તેમના શાનદાર કરિયરની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ મેચ બાદ ક્રિકેટ ચાહકોને મેદાન પર બેન સ્ટોક્સનો ઓલરાઉન્ડ જલવો જોવા મળશે નહીં. સ્ટોક્સે વર્ષ ૨૦૧૧માં વ્હાઇટ બોલ ફોર્મેટ (વનડે-ટી૨૦)થી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૧૩માં તેમણે એડિલેડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે એશેઝ સિરીઝ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સ્ટોક્સ એપ્રિલ ૨૦૨૨થી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળી રહ્યા છે.

૨૦૧૯ વર્લ્ડ કપ ફાઇનલના હીરો: ઇંગ્લેન્ડને એકલા હાથે બનાવ્યું હતું વિશ્વ વિજેતા

બેન સ્ટોક્સના કરિયરની સૌથી યાદગાર ક્ષણ વર્ષ ૨૦૧૯ના વનડે વર્લ્ડ કપની ફાઇનલ હતી. ન્યૂઝીલેન્ડ સામેની એ રોમાંચક ફાઇનલમાં સ્ટોક્સે અણનમ ૮૪ રનની ઐતિહાસિક મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, જેના કારણે મેચ ટાઇ થઈ અને સુપર ઓવર સુધી પહોંચી હતી. અંતે ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ જ વર્ષે (૨૦૧૯) હેડિંગ્લે ખાતે રમાયેલી એશેઝ ટેસ્ટમાં તેમણે એકલા હાથે અણનમ ૧૩૫ રન ફટકારીને ઇંગ્લેન્ડને એક એવી ચમત્કારિક જીત અપાવી હતી જેની કોઈને આશા નહોતી. આ સિવાય, વર્ષ ૨૦૧૬માં દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉનમાં ૨૫૮ રનની તોફાની ઇનિંગ રમી હતી.જે તેમના ટેસ્ટ કરિયરનો સર્વોચ્ચ સ્કોર છે. આ સાથે જ તેમણે પોતાની આક્રમક કપ્તાની હેઠળ ઇંગ્લેન્ડને ટેસ્ટ ક્રિકેટમાં કાયાપલટ કરીને ઘણી યાદગાર જીત અપાવી છે.

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધ્યક્ષે કર્યા ભારોભાર વખાણ

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધ્યક્ષ રિચર્ડ થોમ્પસને બેન સ્ટોક્સના સંન્યાસ પર પ્રતિક્રિયા આપતા તેમની પ્રશંસાના પુલ બાંધ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાંથી એક છે અને તેમણે પોતાની પેઢીના ક્રિકેટરોને ભારે પ્રેરણા આપી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, સ્ટોક્સે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું, ક્યારેય હાર ન માની અને સંકટના સમયે ટીમ માટે કંઈક એવું અનોખું કરી બતાવ્યું જે વિશ્વભરના કરોડો ક્રિકેટ પ્રેમીઓ ક્યારેય ભૂલી શકશે નહીં.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેન સ્ટોક્સનો શાનદાર ટ્રેક રેકોર્ડ

બેન સ્ટોક્સના ઇન્ટરનેશનલ ક્રિકેટના આંકડા તેમના મહાન ખેલાડી હોવાની સાબિતી આપે છે:

  • ટેસ્ટ ક્રિકેટ: ૧૨૧ ટેસ્ટ મેચોમાં ૩૪.૫૮ની સરેરાશથી ૭,૨૨૮ રન બનાવ્યા છે, જેમાં બોલિંગમાં ૨૪૬ વિકેટ પણ ઝડપી છે.

  • વનડે ક્રિકેટ: ૧૧૪ વનડે મેચોની ૯૯ ઇનિંગ્સમાં ૪૧.૨૨ની શાનદાર સરેરાશથી ૩,૪૬૩ રન બનાવ્યા છે અને સાથે ૭૪ વિકેટ પણ પોતાના નામે કરી છે.

  • T20 ઇન્ટરનેશનલ: ૪૩ ટી૨0 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે ૫૮૫ રન બનાવવાની સાથે ૨૬ વિકેટ પણ હાસિલ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -