શનિ પ્રદોષ વ્રત આજે, જાણો મહાદેવ-શનિદેવની પૂજાનું શુભ મુહૂર્ત, પૂજન વિધિ અને નિયમો

સનાતન ધર્મમાં શનિ પ્રદોષ વ્રત એટલે કે શનિ ત્રયોદશીનું વિશેષ મહત્વ છે. જે શનિવારના દિવસે આવતી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે. દ્રિક પંચાંગ અનુસાર, આ વખતે ગઈકાલે 26 જૂન 2026ની રાત્રે 10 વાગ્યાને 22 મિનિટથી જેઠ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિની શરૂઆત થઈ છે. જે આવતીકાલે 28 જૂન 2026ની સવારે 12 વાગ્યાને 43 મિનિટ પર સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આજે 27 જૂન 2026, શનિવારના રોજ જેઠ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવી રહ્યું છે.
ત્યાં જ, આ વ્રતનું પારણા આવતીકાલે 28 જૂન 2026ના રોજ સવારે 5 વાગ્યાને 49 મિનિટ પછી કરવું શુભ રહેશે. આજે અહીં તમે શનિ પ્રદોષ વ્રતનું મહત્વ, પૂજાના શુભ મુહૂર્ત, પૂજન વિધિ અને આ ઉપવાસ સાથે જોડાયેલા નિયમો વિશે જાણશો.
શનિ પ્રદોષ વ્રતનું મહત્વ
એવી માન્યતા છે કે, જે વ્યક્તિ આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે સાચા મનથી શનિદેવ અને મહાદેવની પૂજા કરે છે. અને વ્રત રાખે છે..તેને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આ સાથે જ જીવન સુખ-શાંતિથી પસાર થાય છે.
શનિ પ્રદોષ વ્રતની પૂજાના શુભ મુહૂર્ત
-
બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:05 થી 04:45
-
પ્રાતઃ સંધ્યા: સવારે 04:25 થી 05:25
-
અભિજીત મુહૂર્ત: સવારે 11:56 થી બપોરે 12:52
-
વિજય મુહૂર્ત: બપોરે 02:44 થી 03:40
-
ગોધૂલિ મુહૂર્ત: સાંજે 07:22 થી 07:42
-
સાયાહ્ન સંધ્યા: સાંજે 07:23 થી રાત્રે 08:23
-
અમૃત કાળ: સવારે 10:31 થી બપોરે 12:19
શનિ પ્રદોષ વ્રતની પૂજા વિધિ
-
સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો.
-
વ્રતનો સંકલ્પ લેતી વખતે ભગવાન શિવ અને શનિદેવનું સ્મરણ કરો.
-
ઘરના મંદિરમાં શિવજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. ઘરમાં શનિદેવની મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે.તેથી માત્ર તેમનું ધ્યાન (સ્મરણ) કરો.
-
ઘીનો દીવો પ્રગટાવ્યા બાદ શિવજીને ફળ, ફૂલ, જળ, માળા, મીઠાઈ અને ભસ્મ વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો.
-
શનિદેવ અને શિવજીના મંત્રોનો જાપ કર્યા પછી આરતી કરીને પૂજા સંપન્ન કરો.
શનિ પ્રદોષ વ્રત-પૂજા સાથે જોડાયેલા નિયમો
-
આજે કોઈ ખોટું કામ ન કરવું.
-
અસત્ય (જૂઠ) અને લડાઈ-ઝઘડા જેવી નકારાત્મક બાબતોથી આજે દૂર રહો.
-
શનિદેવની આંખોમાં જોઈને પૂજા ન કરવી.
-
ખોટી રીતે ધન મેળવવાનો પ્રયાસ ન કરવો.
-
બ્રહ્મચર્યનું પાલન કરવું.
-
તામસિક ખોરાક કે વસ્તુઓનું સેવન ન કરવું.
-
લોખંડની વસ્તુઓ ન ખરીદવી.
- Advertisement -
- Advertisement -