
બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા આમિરે પોતે જ ખુલાસો કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સમાં લગ્નની વિગતો જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે લગ્ન કેટલા ભવ્ય હશે?
જોકે, આમિર ખાને સ્પષ્ટ કરી દીધું છે કે આ લગ્ન કોઈ બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ નહીં, પરંતુ એકદમ ખાનગી અને સાદગીભર્યો પ્રસંગ હશે.
દીકરી આયરાના રસ્તે ચાલશે આમિર ખાન
એક મીડિયા હાઉસ (‘ડેક્કન ક્રોનિકલ’) સાથેની ખાસ વાતચીતમાં આમિર ખાને જણાવ્યું કે, તેઓ અને ગૌરી કોઈ પણ જાતના દેખાડા કે ભપકા વિના લગ્ન કરવાના છે. તેઓ કાયદેસર રીતે રજિસ્ટર્ડ મેરેજ (કોર્ટ મેરેજ) કરશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા આમિરની દીકરી આયરા ખાને પણ નૂપુર શિખરે સાથે પહેલા મુંબઈમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ ઉદયપુરમાં ભવ્ય સેલિબ્રેશન કર્યું હતું. પરંતુ આમિર પોતાના લગ્નને માત્ર કાયદાકીય વિધિ પૂરતું જ સીમિત રાખવા માંગે છે.
“માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ રહેશે હાજર”
પોતાના વેડિંગ પ્લાન વિશે વાત કરતા આમિર ખાને જણાવ્યું:
“અમે એક સામાન્ય રજિસ્ટર્ડ મેરેજ કરીશું, જેમાં અમારા બંનેના પરિવારના સભ્યો અને કેટલાક ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહેશે. અમે આ આખા પ્રસંગને એકદમ સિમ્પલ રાખવા માંગીએ છીએ.”
મળતી માહિતી મુજબ, લગ્નનો આ કાર્યક્રમ કોઈ મોટી હોટલ કે રિસોર્ટના બદલે ઘરે જ રાખવામાં આવશે અને હાલમાં કોઈ મોટા રિસેપ્શન કે સેલિબ્રેશનનું આયોજન નથી.
ક્યારે છે લગ્ન? અને કોણ છે ગૌરી સ્પ્રેટ?
-
લગ્નની તારીખ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર અને ગૌરી 5 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે.
-
ગૌરી સ્પ્રેટ વિશે: ગૌરી ઉંમરમાં આમિર ખાન કરતાં 14 વર્ષ નાની છે અને તે એક બાળકની માતા છે. આમિરે ગયા વર્ષે પોતાના બર્થડે પર ગૌરીને મીડિયા અને ફેન્સ સાથે ઓફિશિયલ ગર્લફ્રેન્ડ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી.
આમિર ખાનના અગાઉના લગ્ન અને પરિવાર
આ આમિર ખાનના ત્રીજા લગ્ન હશે. આ પહેલાં તેઓ બે વાર લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે:
પત્ની |
લગ્નનું વર્ષ |
સંતાનો |
રીના દત્તા (પહેલા લગ્ન) |
1986 |
આયરા ખાન અને જુનૈદ ખાન |
કિરણ રાવ (બીજા લગ્ન) |
2005 |
આઝાદ ખાન |

