PM કિસાન યોજના: પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો તમને મળશે કે નહીં? આ રીતે ચેક કરો સ્ટેટસ

દેશના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000નો આગામી હપ્તો જમા કરવા જઈ રહી છે. જોકે, આ વખતે પણ જો ખેડૂતોએ જરૂરી ઔપચારિકતાઓ પૂરી નહીં કરી હોય, તો તેમનો હપ્તો અટકી શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે, તેમનું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે, નહીં અને તેમના ખાતામાં પૈસા આવશે કે નહીં.
આ ૩ કારણોસર અટકી શકે છે તમારો હપ્તો:
-
ઈ-કેવાયસી (e-KYC) ન કરાવવું: પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે હજી સુધી તમારી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો તરત જ પીએમ કિસાન પોર્ટલ પર જઈને અથવા નજીકના સીએસસી (CSC) સેન્ટરના માધ્યમથી તેને પૂરી કરી લો.
-
જમીનની ચકાસણી (Land Seeding): તમારી ખેતીની જમીનનો રેકોર્ડ તમારી અરજી સાથે લિંક હોવો જરૂરી છે. જો તમારા સ્ટેટસમાં ‘Land Seeding’ ની સામે ‘No’ લખેલું હશે, તો તમને હપ્તો નહીં મળે.
-
બેંક ખાતું આધાર સાથે લિંક ન હોવું: સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી પૈસા મોકલે છે. આ માટે તમારું બેંક ખાતું તમારા સરકારી ઓળખપત્ર સાથે લિંક હોવું અને ડીબીટી ઇનેબલ હોવું અનિવાર્ય છે.
આ રીતે ચેક કરો બેનિફિશિયરી સ્ટેટસ:
-
સ્ટેપ ૧: સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ (gov.in) પર જાઓ.
-
સ્ટેપ ૨: હોમપેજ પર જમણી બાજુએ આપેલા ‘Farmers Corner’ સેક્શનમાં જાઓ અને ‘Know Your Status’ ના વિકલ્પ પર ક્લિક કરો.
-
સ્ટેપ ૩: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર (Registration Number) દાખલ કરો.
-
સ્ટેપ ૪: સ્ક્રીન પર આપવો કેપ્ચા કોડ (Captcha Code) ભરો અને ‘Get Data’ અથવા ‘Get OTP’ પર ક્લિક કરો (તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરો).
-
સ્ટેપ ૫: આ પછી તમારું આખું બેનિફિશિયરી સ્ટેટસ સ્ક્રીન પર આવી જશે. અહીં ધ્યાનથી જુઓ કે e-KYC, Eligibility અને Land Seeding ની સામે ‘Yes’ લખેલું છે કે નહીં. જો આ ત્રણેયની સામે ‘Yes’ હશે. તો તમને 23મા હપ્તાનો લાભ ચોક્કસપણે મળશે.
જો સ્ટેટસમાં કોઈ ભૂલ કે ખામી દેખાય, તો તમે તમારી સ્થાનિક કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરીને અથવા પીએમ કિસાનના ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 155261 પર કોલ કરીને તમારી સમસ્યાનું સમાધાન કરાવી શકો છો. જેથી સમયસર તમારો હપ્તો નિયમિત રીતે જાહેર થઈ શકે.
20 જૂને જાહેર થશે 23મો હપ્તો
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ના ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 22 હપ્તા જાહેર થઈ ચૂક્યા છે..અને 23મો હપ્તો આગામી 20 જૂને ખેડૂતોના ખાતામાં પહોંચવાનો છે.
- Advertisement -
- Advertisement -