35 C
Ahmedabad
Monday, June 1, 2026

ઉત્તર કન્નડમાં મોટી હોનારત: નદીમાં છીપલાં વીણવા ગયેલા એક જ પરિવારના 7 મહિલા સહિત 8 લોકોના ડૂબી જવાથી મોત; 2 હજુ પણ ગુમ


કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાની થટ્ટે હક્કલુ નદીમાં એક અત્યંત કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ છે. નદીના અચાનક વધેલા તેજ પ્રવાહને કારણે છીપલાં (સીપિયાં) એકઠા કરવા ગયેલા એક જ પરિવારના 8 સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ મૃતકોમાં 7 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પરંપરાગત પ્રવૃત્તિ બની કાળમુખી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભટકલ તાલુકાના શિરાલી ગામના અંદાજે ૧૪ લોકો નદીમાં છીપલાં વીણવા માટે ઉતર્યા હતા. નદી કિનારે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સ્થાનિક સમુદાયો માટે આ એક પરંપરાગત આજીવિકા અને પ્રવૃત્તિ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “નદીમાં ઉતરેલા લોકો પાણીના સ્તરનો સાચો અંદાજ લગાવી શક્યા નહોતા અને ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. આ દરમિયાન અચાનક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ જવાથી એક-બે લોકો તણાવા લાગ્યા હતા.”

બચાવવાના પ્રયાસમાં વધુ લોકો ડૂબ્યા

પાણીમાં ડૂબી રહેલા સ્વજનોને બચાવવાના વલખાં મારીને પરિવારના અન્ય સભ્યો પણ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે બચાવવા ગયેલા લોકો પણ તેમાં ફસાઈ ગયા અને એક પછી એક એમ આખો પરિવાર કાળના ખપ્પરમાં હોમાઈ ગયો. ચીસાચીસ સાંભળીને સ્થાનિક લોકો પણ મહિલાઓને બચાવવા માટે તાત્કાલિક પાણીમાં કૂદ્યા હતા.

અચાનક વરસાદના કારણે પાણી વધ્યું, સર્ચ ઓપરેશન ચાલુ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક અને વહેણ અચાનક વધી ગયું હતું. જે આ મોટી હોનારતનું મુખ્ય કારણ બન્યું.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  નદીમાંથી ૮ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -