35 C
Ahmedabad
Monday, June 1, 2026

રોમમાં પીએમ મોદી અને મેલોનીની ‘સુપર સેલ્ફી’: 2000 વર્ષ જૂના ઐતિહાસિક કોલોસિયમથી ભારત-ઇટાલીની દોસ્તીનો નવો અધ્યાય


પાંચ દેશોના અત્યંત વ્યૂહાત્મક અને ઐતિહાસિક પ્રવાસે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અંતિમ પડાવ પર ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. આ વૈશ્વિક મુલાકાત દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે સોશિયલ મીડિયા પર એક અદભુત સેલ્ફી શેર કરી છે. જે મિનિટોમાં જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. કેપ્શનમાં ‘મારા મિત્ર, રોમમાં તમારું સ્વાગત છે’ લખીને મેલોનીએ ભારત અને ઇટાલીની અતૂટ દોસ્તીનો પુનરોચ્ચાર કર્યો છે. આ સેલ્ફીમાં પાછળ દેખાતું ભવ્ય બેકગ્રાઉન્ડ સોશિયલ મીડિયા પર ભારે કુતૂહલ જગાવી રહ્યું છે. કારણ કે તેની પાછળ આખી દુનિયાની અજાયબી સમાન ઇતિહાસ છુપાયેલો છે.

વાસ્તવમાં, બંને વૈશ્વિક નેતાઓ રોમની શાન અને ઇટાલીની અસ્મિતાના પ્રતીક સમાન જગપ્રસિદ્ધ ‘કોલોસિયમ’ (Colosseum) ખાતે ઉભા રહીને આ યાદગાર ક્ષણ કેમેરામાં કેદ કરી રહ્યા છે. ઇસવીસન 80માં રોમન સામ્રાજ્ય દરમિયાન નિર્મિત આ ભવ્ય ઇમારત આશરે 2000 વર્ષ જૂની છે. તે પ્રાચીન સમયનું વિશ્વનું સૌથી મોટું અંડાકાર એમ્ફીથિયેટર એટલે કે એક એવું વિશાળ ઓપન-એર સ્ટેડિયમ હતું. જ્યાં લોકો સીડી આકારની ગેલેરીમાં બેસીને શાહી કાર્યક્રમો નિહાળતા હતા. પોતાની અપ્રતિમ સ્થાપત્ય કલા અને ભવ્ય વારસાને કારણે જ આ ઐતિહાસિક સ્થળ દુનિયાની ‘નવી સાત અજાયબીઓ’માં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે.

આજે પણ સદીઓ વહી ગઈ હોવા છતાં આ ઈમારત વિશ્વનું સૌથી મોટું અને અડીખમ ઉભેલું એમ્ફીથિયેટર છે. માત્ર કંક્રીટ અને પથ્થરોના અદભુત સયોજનથી બનેલી આ 12 માળ ઊંચી ભવ્ય સંરચનામાં એ જમાનામાં 60 હજારથી વધુ દર્શકો એકસાથે બેસી શકતા હતા. પ્રાચીન કાળમાં રોમન શાસકો આ સ્થળનો ઉપયોગ ખુંખાર પશુઓના શિકારના લાઈવ કરતબો અને ગ્લેડિયેટર્સ (યોદ્ધાઓ) વચ્ચેની જીવન-મરણની લડાઈઓ પ્રદર્શિત કરવા માટે કરતા હતા. જે રોમન સંસ્કૃતિનો એક મોટો હિસ્સો હતો.

પીએમ મોદી તેમના આ મહત્વપૂર્ણ યુરોપ પ્રવાસના પાંચમા અને આખરી તબક્કામાં રોમ પહોંચ્યા છે. આ અગાઉ તેઓ જૂન 2024માં જી-7 સમિટમાં ભાગ લેવા ઇટાલી ગયા હતા, જ્યારે ચાલુ પ્રવાસે પહોંચતા પહેલા વડાપ્રધાને નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને યુએઈ (UAE) ની મુલાકાત લઈને ભારતના રાજદ્વારી સંબંધોને નવી ઊંચાઈ આપી છે. રોમમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ ભારતીય વડાપ્રધાનનું અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને પોતે ગાઈડ બનીને હાથના ઈશારાથી રોમ શહેરના આ અદભુત ઐતિહાસિક વારસાની રોચક વિગતો પીએમ મોદી સાથે શેર કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -