35 C
Ahmedabad
Thursday, May 14, 2026

દિલ્હીમાં કાળજું ધ્રુજાવતી ઘટના: ચાલતી ખાનગી સ્લીપર બસમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ


દેશની રાજધાની દિલ્હીના રાની બાગ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ચાલતી ખાનગી બસમાં મહિલા પર ગેંગરેપ આચરવામાં આવ્યો છે. સોમવારે મોડી રાત્રે બનેલી આ અમાનવીય ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, દિલ્હી પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગુનામાં સામેલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ખાનગી સ્લીપર બસને પણ પોતાના કબજામાં લઈ લીધી છે.

મળતી વિગતો અનુસાર, આરોપીઓએ આશરે 30 વર્ષની પીડિત મહિલાને પહેલા વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ તેને ખાનગી સ્લીપર બસમાં લઈ ગયા હતા. ચાલતી બસમાં બંને નરાધમોએ પીડિતા પર સામૂહિક દુષ્કર્મ ગુજારી હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી હતી. આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ પીડિતાએ હિંમત ન હારી અને ગમે તેમ કરીને આરોપીઓના ચુંગાલમાંથી આબાદ છટકવામાં સફળ રહી હતી. બસમાંથી બહાર નીકળ્યા બાદ મહિલા સીધી નજીકના પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાની સાથે બનેલી આપવીતી પોલીસને જણાવી ન્યાયની ગુહાર લગાવી હતી.

મહિલાની ફરિયાદ મળતા જ એક્શન મોડમાં આવેલી દિલ્હી પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને બંને નરાધમોને દબોચી લીધા હતા. આ કેસને કાયદાકીય રીતે મજબૂત બનાવવા અને કોર્ટમાં કડક સજા અપાવવા માટે પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી છે. ફોરેન્સિક નિષ્ણાતોએ ઘટનાસ્થળ એટલે કે બસમાંથી મહત્વના વૈજ્ઞાનિક અને તબીબી પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળની આસપાસના તેમજ બસ જે રૂટ પરથી પસાર થઈ હતી ત્યાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ ફંફોસી રહી છે. હાલમાં પોલીસ એ દિશામાં પણ સઘન તપાસ કરી રહી છે કે, ઘટના સમયે બસમાં અન્ય કોઈ મુસાફરો કે સહયોગીઓ હાજર હતા કે નહીં અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -