શું દેશ ફરી લોકડાઉન તરફ? ઇંધણ સંકટ અને વૈશ્વિક તણાવ વચ્ચે PM મોદીની દેશવાસીઓને ૩ મોટી અપીલ

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના પુરવઠામાં સર્જાયેલા અવરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદથી દેશવાસીઓને સંબોધિત કર્યા છે. પીએમ મોદીની આ અપીલ બાદ સોશિયલ મીડિયા પર ‘ફરી લોકડાઉન’ જેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ વાસ્તવમાં આ કોઈ સરકારી પ્રતિબંધ નથી. પણ દેશની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટેની એક ‘સ્વૈચ્છિક અપીલ’ છે.
વડાપ્રધાનની ત્રણ મુખ્ય અપીલ નીચે મુજબ છે:
1. ઇંધણ બચત માટે ‘વર્ક ફ્રોમ હોમ’ પર ભાર
વડાપ્રધાને કોરોના કાળના ડિજિટલ મોડલને યાદ કરતા સૂચન આપ્યું કે જે ઓફિસો કે સંસ્થાઓમાં શક્ય હોય ત્યાં ફરીથી ‘વર્ક ફ્રોમ હોમ’ અને ઓનલાઈન મીટિંગ્સ શરૂ કરવી જોઈએ.
-
હેતુ: બિનજરૂરી મુસાફરી ઘટાડીને પેટ્રોલ-ડીઝલની ખપત ઓછી કરવી.
-
વિકલ્પ: ખાનગી વાહનોને બદલે મેટ્રો, બસ અને ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવો.
2. સોનાની ખરીદીમાં એક વર્ષનો વિરામ
પીએમ મોદીની સૌથી મહત્વની અપીલ સોનાની આયાત ઘટાડવા અંગેની હતી. તેમણે વિનંતી કરી કે આગામી એક વર્ષ સુધી, ખાસ કરીને લગ્નપ્રસંગો માટે સોનાની બિનજરૂરી ખરીદી ટાળવી જોઈએ.
-
તર્ક: ભારત સોનાની આયાત માટે અબજો ડોલર ખર્ચે છે. અત્યારે તેલના ભાવ વધતા હોવાથી વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) પરનું દબાણ ઘટાડવા સોનાની ખરીદીમાં કાપ મૂકવો દેશહિતમાં છે.
3. વિદેશ પ્રવાસ ટાળી ‘લોકલ’ બનો
વડાપ્રધાને અમીર વર્ગ અને યુવા પેઢીને વિદેશી પ્રવાસો અને વિદેશમાં યોજાતા ‘ડેસ્ટિનેશન વેડિંગ’ ટાળવા આગ્રહ કર્યો છે.
-
સ્વદેશી પર્યટન: વિદેશ જવાને બદલે ભારતના જ પર્યટન સ્થળોની મુલાકાત લો, જેથી દેશનું નાણું દેશમાં જ રહે.
-
વોકલ ફોર લોકલ: વિદેશી બ્રાન્ડ્સને બદલે ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો અપનાવી ભારતીય અર્થતંત્રને મજબૂત કરો.
શા માટે આ અપીલ કરવી પડી? (હોર્મુઝ સ્ટ્રેટનું સંકટ)
આ આર્થિક સાવચેતી પાછળનું મુખ્ય કારણ ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ છે. દુનિયાનો સૌથી મહત્વનો ઓઈલ શિપિંગ રૂટ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) અત્યારે જોખમમાં છે. જો આ માર્ગ બંધ થાય, તો કાચા તેલના ભાવ અસહ્ય વધી શકે છે.જેની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડશે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, “દેશભક્તિનો અર્થ માત્ર સરહદ પર લડવું જ નથી. પરંતુ સંકટના સમયે દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપવો એ પણ પરમ દેશભક્તિ છે.” આ અપીલ દ્વારા સરકાર નાગરિકોને સહયોગી બનાવીને ભવિષ્યના આર્થિક જોખમો સામે લડવા તૈયાર કરી રહી છે.
- Advertisement -
- Advertisement -