જો તમારી સવારની શરૂઆત ચા અને બિસ્કિટ વગર અધૂરી રહેતી હોય, તો હવે ખિસ્સા પર વધુ ભાર સોસવા તૈયાર રહેજો.પશ્ચિમ એશિયા (મિડિલ ઈસ્ટ)માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવની આંચ હવે સીધી તમારા રસોડા સુધી પહોંચી છે.દેશની દિગ્ગજ બિસ્કિટ ઉત્પાદક કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ (Britannia Industries) એ ભાવ વધારા સાથે પેકેટના વજનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો…
ટાટા ટ્રસ્ટની હાઈ-પ્રોફાઈલ બેઠક મોકૂફ: હવે 16 મેના રોજ લેવાશે નિર્ણાયક નિર્ણયો
કેવી રીતે બદલાશે કિંમતો? (ભાવ વધારાનું ગણિત)
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO રક્ષિત હરગવેએ રોકાણકારોને જણાવ્યું છે કે કંપની આ ત્રિમાસિક ગાળાથી તબક્કાવાર રીતે ભાવમાં ફેરફાર કરશે:
-
મોટા પેકેટ્સ: ₹10થી વધુની કિંમત ધરાવતા બિસ્કિટ પેકેટોના ભાવમાં સીધો વધારો કરવામાં આવશે.
-
નાના પેકેટ્સ: ₹5 અને ₹10ના લોકપ્રિય પેકેટની કિંમત તો એ જ રહેશે, પરંતુ તેની અંદર મળતા બિસ્કિટની માત્રા (ગ્રામ) ઘટાડવામાં આવશે. અર્થશાસ્ત્રની ભાષામાં આ યુક્તિને ‘શ્રિંકફ્લેશન‘ (Shrinkflation) કહેવાય છે.
કંપનીના તાજેતરના નફામાં 21%નો વધારો થયો હોવા છતાં, કુલ આવક બજારની અપેક્ષા મુજબ ન રહેતા શેરમાં 4%નો ઘટાડો નોંધાયો હતો.
વિદેશી યુદ્ધ અને બિસ્કિટનો શું સંબંધ?
તમને પ્રશ્ન થાય કે મિડિલ ઈસ્ટના તણાવથી બિસ્કિટ કેમ મોંઘા થયા? તેના મુખ્ય ત્રણ કારણો છે:
-
કાચા માલની મોંઘવારી: બિસ્કિટમાં મુખ્યત્વે વપરાતા પામ ઓઈલ અને પેકેજિંગ મટીરિયલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
-
સપ્લાય ચેઈનમાં અવરોધ: યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય માલસામાનની હેરફેર મુશ્કેલ બની છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન અને માલભાડા (Freight cost) વધી ગયા છે.
-
નિકાસ પર અસર: ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) માં ચાલી રહેલા અવરોધોને કારણે કંપની વિદેશમાં પોતાનો માલ મોકલી શકી નથી, જેનાથી ગ્લોબલ બિઝનેસને નુકસાન થયું છે.
બજારમાં હરીફાઈ અને પડકારો
બ્રિટાનિયાના કુલ વેચાણનો 60-65% હિસ્સો ₹5 અને ₹10ના નાના પેકેટોમાંથી આવે છે. હાલમાં કંપની સામે બે મુખ્ય પડકારો છે:
-
કિંમત યુદ્ધ: કેટલીક હરીફ કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા ₹5ના બદલે ₹4.50 અને ₹10ના બદલે ₹9માં બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું છે.
-
રિટેલર નફો: વધુ કમિશન મળતું હોવાથી દુકાનદારો અન્ય કંપનીઓના બિસ્કિટને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.


