36 C
Ahmedabad
Tuesday, May 5, 2026

રાજસ્થાનમાં બેવડી ઋતુનો માર: ક્યાંક કરા સાથે વરસાદ, તો 9 મેથી શરૂ થશે કાળઝાળ ગરમીનો ‘ટોર્ચર’


રાજસ્થાનમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાનના બે વિરોધાભાસી મિજાજ જોવા મળી રહ્યા છે.એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાથી ઠંડક પ્રસરી છે..તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભીષણ લૂ (Heatwave) આવવાની ચેતવણી આપી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો માહોલ?

હવામાન કેન્દ્ર જયપુરના જણાવ્યા અનુસાર, મંગળવાર સવાર સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે:

  • સૌથી વધુ વરસાદ: જયપુરના શાહપુરામાં 68 મિલીમીટર વરસાદ ખાબક્યો છે.

  • આજની આગાહી: કોટા, ઉદયપુર, ભરતપુર, જયપુર અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે હળવા વરસાદની શક્યતા છે.

આગામી 3-4 દિવસમાં શું ફેરફાર થશે?

આગામી 72 થી 96 કલાકમાં વાવાઝોડા અને વરસાદની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. જોકે, ઉત્તર-પૂર્વી રાજસ્થાનના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહી શકે છે. ત્યારબાદ હવામાન ચોખ્ખું થતા જ તાપમાનમાં ઉછાળો જોવા મળશે.

9 મેથી દઝાડતી ગરમી માટે તૈયાર રહો

વરસાદનો રાઉન્ડ પૂરો થતા જ રાજસ્થાન હવે ભઠ્ઠીની જેમ તપવા માટે તૈયાર છે. હવામાન વિભાગના મતે:

  • તાપમાનમાં વધારો: આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

  • ભીષણ લૂની ચેતવણી: 8 થી 11 મે દરમિયાન જોધપુર અને બીકાનેરના સરહદી વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડશે.

  • પારો 46 ડિગ્રીને પાર: અનુમાન છે કે,સરહદી વિસ્તારોમાં તાપમાનનો પારો 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે..જે સામાન્ય જનજીવનને પ્રભાવિત કરી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -