29 C
Ahmedabad
Friday, April 24, 2026

લોકશાહીનો ‘સુપર ગુરુવાર’: પશ્ચિમ બંગાળમાં તૂટ્યા મતદાનના રેકોર્ડ, તમિલનાડુમાં પણ બમ્પર વોટિંગ


દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ,તમિલનાડુ,આસામ,પુડુચેરી અને કેરળમાં વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે.આ ક્રમમાં ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું અને તમિલનાડુમાં તમામ બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. લોકશાહી માટે આ દિવસ ‘સુપર ગુરુવાર’ સાબિત થયો છે. કારણ કે બંને રાજ્યોમાં મતદારોએ ભારે ઉત્સાહ સાથે નવો ઈતિહાસ રચ્યો છે.સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયા સાંજે 6 વાગ્યે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.


ક્યાં કેટલા ટકા મતદાન થયું? (રેકોર્ડબ્રેક આંકડા)

ચૂંટણી પંચના તાજા આંકડાઓ મુજબ, મતદારોએ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો:

  • પશ્ચિમ બંગાળ: પ્રથમ તબક્કાની 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 91.40% મતદાન નોંધાયું, જે રાજ્યના ઇતિહાસનો સૌથી મોટો આંકડો છે.

  • તમિલનાડુ: રાજ્યની તમામ 234 બેઠકો પર સિંગલ ફેઝમાં 84.35% જેટલું જંગી મતદાન થયું છે.


1478 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

પશ્ચિમ બંગાળના 16 જિલ્લાની 152 બેઠકો પર 1478 ઉમેદવારોના ભાગ્ય હવે EVMમાં કેદ થયા છે. અહીં મુખ્ય મુકાબલો તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે જોવા મળ્યો હતો.જોકે, મુર્શિદાબાદમાં TMC અને AUDFP કાર્યકરો વચ્ચે અથડામણના અહેવાલ મળ્યા હતા.તે જ રીતે સિલીગુડી અને કુમારગંજમાં પણ છૂટાછવાયા વિવાદો થયા હતા. ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ કુમારગંજમાં તેમના પોલિંગ એજન્ટોને હટાવવાનો અને પોતાના પર હુમલો થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

શાંતિપૂર્ણ તમિલનાડુ અને કાંટાની ટક્કર

બીજી તરફ, તમિલનાડુમાં મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહી હતી. અહીં સત્તાધારી DMK (ઈન્ડિયા ગઠબંધન) અને AIADMK-ભાજપ (NDA ગઠબંધન) વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન અને વિરોધ પક્ષના નેતા પલાનીસ્વામી સહિતની હસ્તીઓએ વહેલી સવારે જ મતદાન કર્યું હતું. ખાસ કરીને મહિલા મતદારોમાં કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના મુદ્દે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તમામ બેઠકો પર હવે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.. જે લોકશાહીની આગામી દિશા નક્કી કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -