34 C
Ahmedabad
Tuesday, April 21, 2026

દહેગામ ભાજપ સંગઠનમાં યુવા શક્તિનો દબદબો: સચિન ચૌધરી અને ચિરાગ ચૌધરીને સોંપાઈ મહત્વની જવાબદારી


ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ભાજપ સંગઠનને વધુ વેગવંતું બનાવવા માટે વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.આ નૂતન માળખામાં સક્રિય યુવા કાર્યકરોની પસંદગી કરીને પક્ષ દ્વારા આગામી સમય માટે મજબૂત રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

કિસાન અને બક્ષીપંચ મોરચામાં નવી નિમણૂંક

દહેગામ તાલુકાના યુવા અગ્રણી સચિન રાજુભાઈ ચૌધરીની તેમની સંગઠનશક્તિ અને લોકપ્રિયતાને ધ્યાને રાખીને દહેગામ તાલુકા કિસાન મોરચાના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નો અને ગ્રામીણ સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે તેમને આ મહત્વની જવાબદારી સોંપાઈ છે.

બીજી તરફ, ચિરાગકુમાર જયંતીભાઈ ચૌધરીની તેમની કાર્યનિષ્ઠા બદલ દહેગામ તાલુકા બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.સામાજિક ઉત્થાન અને સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા ચિરાગભાઈની પસંદગીને કાર્યકરોએ આવકારી છે.

શુભેચ્છાઓનો વરસાદ

આ બંને યુવા નેતાઓની વરણી થતા જ રખિયાલ અને દહેગામ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક અગ્રણીઓ અને મિત્ર વર્તુળ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સચિનભાઈ અને ચિરાગભાઈ પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.નવનિયુક્ત હોદ્દેદારોએ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેઓ પક્ષની વિચારધારા અને લોકસેવાના કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -