34 C
Ahmedabad
Tuesday, April 21, 2026

ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકર 14 એપ્રિલથી ભારતની ચાર દિવસીય ઐતિહાસિક મુલાકાતે; વેપારથી લઈને હાઈ-ટેક ટેકનોલોજી સુધીના ક્ષેત્રોમાં થશે મહત્વના કરારો


ભારતના વધતા વૈશ્વિક પ્રભુત્વ વચ્ચે વધુ એક યુરોપિયન દેશ ભારત સાથે સંબંધો મજબૂત કરવા આગળ આવ્યો છે. ઓસ્ટ્રિયાના સંઘીય ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકર આગામી ૧૪ એપ્રિલથી ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત માત્ર રાજદ્વારી રીતે જ નહીં.પરંતુ આર્થિક અને તકનીકી દ્રષ્ટિએ પણ બંને દેશો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો…

અમદાવાદ ખીરા કાંડ: માસૂમ બાળકીઓના મોતમાં નવો વળાંક; ‘ફૂડ પોઈઝનિંગ’ નહીં પણ માતા-પિતાએ જ રચ્યું મોતનું કાવતરું?

મુલાકાતના મુખ્ય આકર્ષણો અને એજન્ડા:

  • પીએમ મોદી સાથે હાઈ-લેવલ બેઠક: ચાન્સેલર સ્ટોકર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. ખાસ કરીને વેપાર, ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.

  • એશિયાની પ્રથમ સત્તાવાર સફર: સ્ટોકર માટે આ મુલાકાત એટલે પણ ખાસ છે કારણ કે ચાન્સેલર બન્યા પછી તેમની એશિયાની આ સર્વપ્રથમ સત્તાવાર મુલાકાત છે, અને તેમાં તેમણે ભારતની પસંદગી કરી છે.

  • મજબૂત પ્રતિનિધિમંડળ: ચાન્સેલરની સાથે ઓસ્ટ્રિયાના અર્થતંત્ર અને ઉર્જા મંત્રી વુલ્ફગેંગ હેટમેનડોર્ફર સહિત ટોચના ઉદ્યોગપતિઓનું એક મોટું ગ્રુપ ભારત આવશે, જે મોટા રોકાણના સંકેતો આપે છે.

  • રાજદ્વારી શિષ્ટાચાર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથેની મુલાકાત ઉપરાંત, વડાપ્રધાન મોદી દ્વારા ચાન્સેલરના માનમાં ખાસ લંચનું આયોજન કરવામાં આવશે, જે બંને નેતાઓ વચ્ચેની ગાઢ મિત્રતા દર્શાવે છે.

કેમ મહત્વની છે આ મુલાકાત?

જુલાઈ ૨૦૨૪માં વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રિયાની મુલાકાત લઈને વર્ષો જૂના સંબંધોમાં પ્રાણ ફૂંક્યા હતા. હવે ચાન્સેલર સ્ટોકરની આ વળતી મુલાકાત એ સાબિત કરે છે કે ઓસ્ટ્રિયા ભારતને તેના વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે લોકશાહી મૂલ્યોની સમાનતા હોવાથી આ ભાગીદારી આવનારા સમયમાં વધુ ઊંડી બનશે.

વિદેશ મંત્રાલયના મતે, આ મુલાકાતથી પરસ્પર હિતના નવા ક્ષેત્રો ખૂલશે અને બંને દેશોની ભાગીદારી નવી ઊંચાઈઓ સર કરશે.”


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -