IPL 2026: ગુજરાત ટાઇટન્સનો દિલ્હીમાં દબદબો, છેલ્લા બોલ સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામામાં દિલ્હીનો 1 રને પરાજય


આઈપીએલ 2026ની 14મી મેચમાં ક્રિકેટ પ્રેમીઓને રોમાંચની પરાકાષ્ઠા જોવા મળી હતી. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે (GT) દિલ્હી કેપિટલ્સને (DC) તેના જ હોમ ગ્રાઉન્ડ પર માત્ર 1 રનથી હરાવીને સીઝનની પ્રથમ જીત નોંધાવી છે. 211 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 209 રન સુધી જ પહોંચી શકી હતી. ડેવિડ મિલરે 20 બોલમાં 41 રનની તોફાની અણનમ ઇનિંગ રમી હોવા છતાં તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
ગુજરાતનું જોરદાર કમબેક: હારની હેટ્રિક ટળી
કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ માટે આ જીત અત્યંત મહત્વની છે. સીઝનની શરૂઆતની પ્રથમ બે મેચમાં હારનો સામનો કર્યા બાદ. ગુજરાતે આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.ગુજરાત તરફથી રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ૨ મહત્વની સફળતા મેળવી હતી.
ગિલ, બટલર અને સુંદરની ત્રિપુટીનો તોફાની હુમલો
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની શરૂઆત આક્રમક રહી હતી. ગુજરાતે ૪ વિકેટના નુકસાન પર 210 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો.
-
શુભમન ગિલ: કેપ્ટન ગિલે 45 બોલમાં 70 રનની જવાબદાર ઇનિંગ રમી હતી.
-
જોસ બટલર: બટલરે માત્ર ૨૭ બોલમાં ૫૨ રન ફટકારીને દિલ્હીના બોલરોને હંફાવ્યા હતા.
-
વાશિંગ્ટન સુંદર: સુંદરે પણ 32 બોલમાં 55 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી મુકેશ કુમારે 2 વિકેટ લીધી હતી.પરંતુ તે રન રોકવામાં નિષ્ફળ રહ્યો હતો.
બંને ટીમોની પ્લેઈંગ-11
ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વાશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, અશોક શર્મા. (ઇમ્પેક્ટ સબ: પ્રસિદ્ધ કૃષ્ણા, જેસન હોલ્ડર, માનવ સુથાર, જયંત યાદવ, અનુજ રાવત)
દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતીશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, ટી નટરાજન, મુકેશ કુમાર. (ઇમ્પેક્ટ સબ: આશુતોષ શર્મા, ઔકિબ નબી ડાર, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર)
- Advertisement -
- Advertisement -