34 C
Ahmedabad
Tuesday, April 21, 2026

ઈઝરાયેલનો પ્રચંડ રૌદ્ર અવતાર: ઈરાન સાથે યુદ્ધવિરામ છતાં બેરૂત પર ભયાનક બોમ્બમારો, 10 મિનિટમાં 112 ના મોત અને 800થી વધુ લોહીલુહાણ


મધ્ય પૂર્વના દેશોમાં શાંતિની આશા પર ઈઝરાયેલે ફરી એકવાર પાણી ફેરવી દીધું છે. ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ ઈઝરાયેલી વાયુસેનાએ લેબનાનની રાજધાની બેરૂતને હચમચાવી દીધી છે. બુધવારે બપોરે ગીચ વસ્તીવાળા વિસ્તારો અને ધમધમતા બજારો પર થયેલા આ હવાઈ હુમલામાં ૧૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે. ઈરાન સાથેનો કરાર હિઝબુલ્લાહ વિરુદ્ધની લડાઈમાં આડે નહીં આવે.

10 મિનિટનો ‘મોતનો ખેલ’: 100થી વધુ ઠેકાણાં નેસ્તનાબૂદ

ઈઝરાયેલી સેનાએ આ હુમલાને આખા યુદ્ધનો સૌથી મોટો અને ઘાતક હુમલો ગણાવ્યો છે. માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં વાયુસેનાએ મધ્ય બેરૂત. દક્ષિણ લેબનાન અને બેકા ઘાટીમાં હિઝબુલ્લાહના 100થી વધુ વ્યૂહાત્મક ઠેકાણાઓ પર બોમ્બનો વરસાદ કરી દીધો હતો.આ પ્રચંડ હુમલામાં હિઝબુલ્લાહનું મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું હોવાનો દાવો કરાયો છે.

બેરૂતમાં આફત: રહેણાંક ઈમારતો કાટમાળમાં ફેરવાઈ

હુમલા બાદ બેરૂતનો નજારો હચમચાવી દે તેવો હતો. અનેક રહેણાંક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ અને આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. ભરચક બજારોમાં બોમ્બ વરસતા લોકોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. લેબનાન સરકારના આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે. મૃત્યુઆંક 112 પર પહોંચ્યો છે અને 837 લોકો અત્યારે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

ઈઝરાયેલની દલીલ: ‘માનવ ઢાલ’નો ઉપયોગ બંધ કરો

હુમલા બાદ ઈઝરાયેલી સેનાએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે. તેમનું લક્ષ્ય માત્ર હિઝબુલ્લાહના મિસાઈલ લોન્ચિંગ સેન્ટરો અને ગુપ્ત કમાન્ડ હેડક્વાર્ટર્સ હતા. સેનાએ હિઝબુલ્લાહ પર આક્ષેપ કર્યો છે કે,આ જૂથ જાણીજોઈને રહેણાંક વિસ્તારોમાં હથિયારો છુપાવે છે અને સામાન્ય નાગરિકોને ‘માનવ ઢાલ’ તરીકે વાપરીને તેમને મોતના મોંમાં ધકેલે છે.

હિઝબુલ્લાહનો આક્રોશ: ‘હવે જડબાતોડ જવાબ મળશે’

બીજી તરફ. હિઝબુલ્લાહના અધિકારીઓએ ઈઝરાયેલના આ કૃત્યને યુદ્ધવિરામનો વિશ્વાસઘાત ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, અમે શાંતિ મંત્રણાને તક આપી રહ્યા હતા. પરંતુ. ઈઝરાયેલ લોહીની હોળી ખેલવા માંગે છે. હિઝબુલ્લાહે ચેતવણી આપી છે કે, તેઓ ૨ માર્ચ પહેલાની સ્થિતિ હવે સ્વીકારશે નહીં અને ઈઝરાયેલના આ હુમલાનો વળતો અને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -