32 C
Ahmedabad
Saturday, April 18, 2026

IPL 2026: રાજસ્થાન રોયલ્સનો વિજયી રથ અવિરત, મુંબઈ ઈન્ડિયન્સને 27 રને હરાવી જીતની હેટ્રિક ફટકારી


ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાને 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 27 રને પરાજય આપ્યો છે.આ સાથે જ રાજસ્થાને આ સીઝનમાં જીતની હેટ્રિક પૂરી કરી લીધી છે.યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક અડધી સદી અને બોલરોના ધારદાર સ્પેલના કારણે રાજસ્થાનનો વિજય થયો હતો.

વરસાદના કારણે ઓવરોમાં કાપ, જયસ્વાલનું તોફાન

વરસાદના વિક્ષેપને કારણે ટોસમાં વિલંબ થયો હતો. જેના પરિણામે મેચ 11-11 ઓવરની રાખવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે આ નિર્ણયને ખોટો સાબિત કરી દીધો હતો. જયસ્વાલે માત્ર 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 77 રન ફટકાર્યા હતા.જેના કારણે રાજસ્થાને 11 ઓવરમાં 150/3 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.

મુંબઈની નબળી શરૂઆત અને બોલરોનો કહેર

151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ટીમનો સ્કોર જ્યારે માત્ર 46 રન હતો.ત્યાં સુધીમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. શેરફેન રધરફોર્ડ અને નમન ધીરે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ રાજસ્થાનના બોલરો સામે તેઓ લાંબુ ટકી શક્યા નહીં.મુંબઈએ 9 ઓવરમાં 103 રન સુધીમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.અંતે મુંબઈની ટીમ 11 ઓવરમાં 9 વિકેટે માત્ર 123 રન જ બનાવી શકી હતી.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની બાદશાહી

ઉલ્લેખનીય છે કે, રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સ અત્યારે ફોર્મમાં છે.આ પહેલા તેમણે અમદાવાદમાં રમાયેલી હાઈ-સ્કોરિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સને 6 રને મ્હાત આપી હતી.સતત ત્રણ જીત સાથે રાજસ્થાન અત્યારે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે.

બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે સીઝનની શરૂઆત જીત સાથે કરી હતી.પરંતુ ત્યારબાદ તેમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.દિલ્હી કેપિટલ્સ સામે પરાજય બાદ હવે રાજસ્થાન સામે પણ તેમને હાર નસીબ થઈ છે.મુંબઈની આગામી ટક્કર 12 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB સામે તેમના હોમ ગ્રાઉન્ડ પર થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -