ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડેવિડ વોર્નરની ધરપકડ: સિડનીમાં ‘ડ્રિંક-એન્ડ-ડ્રાઈવ’ કેસમાં ફસાયો વિસ્ફોટક ઓપનર, મે મહિનામાં કોર્ટમાં રજૂઆત
“રિપોર્ટ માત્ર કાગળનો ટુકડો નથી, એ તમારા પરિવારની ખુશીનો આધાર છે.” સાચું નિદાન, સાચો ઈલાજ. તમારી હેલ્થના દરેક રિપોર્ટમાં અમે ઉમેરીએ છીએ ‘વિશ્વાસ’નો સચોટ રંગ. કૃષ્ણા લેબોરેટરી(રખિયાલ સ્ટેશન): કારણ કે સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર એક ગંભીર કાયદાકીય વિવાદમાં સપડાયા છે. સિડનીના મારૌબ્રા વિસ્તારમાં રવિવારે સાંજે પોલીસ દ્વારા તેમની ‘ડ્રિંક-એન્ડ-ડ્રાઈવ’ના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે રમત જગતમાં ભારે ચર્ચા જાગી છે.
શું છે સમગ્ર મામલો?
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના અહેવાલ અનુસાર, 5 એપ્રિલ 2026ના રોજ રવિવારે સાંજે પોલીસ માલાબાર રોડ પર રૂટિન ચેકિંગ કરી રહી હતી.આ દરમિયાન વોર્નરની વાન ચેકિંગ પોઈન્ટથી થોડે દૂર શંકાસ્પદ રીતે ઉભી રહી ગઈ હતી. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરી અને બ્રેથ ટેસ્ટ લેતા વોર્નરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો….
ત્યારબાદ તેમને મારૌબ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બીજી તપાસમાં તેમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ (BAC) 0.104 નોંધાયું હતું. જે ઓસ્ટ્રેલિયાની નિર્ધારિત કાયદેસર મર્યાદા કરતા બમણાથી પણ વધુ છે.
કોર્ટમાં થશે સુનાવણી
પોલીસે દારૂ પીને ગાડી ચલાવવા બદલ વોર્નર સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમને આગામી 7 મે 2026ના રોજ ડાઉનિંગ સેન્ટર લોકલ કોર્ટમાં હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડેવિડ વોર્નરે જૂન 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.નિવૃત્તિ બાદ પણ તેઓ વિશ્વભરની T20 લીગમાં સક્રિય છે.પરંતુ આ નવો વિવાદ તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
- Advertisement -
- Advertisement -