ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે શક્તિશાળી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે.જેના કારણે 6 થી 12 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.
સાવચેતીની સૂચના: પવનની ગતિ 40 કિમીએ પહોંચશે
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ખાસ તકેદારી રાખવા ચેતવણી આપી છે:
-
ગાજવીજ સાથે વરસાદ: આ વરસાદ માત્ર હળવો નહીં, પરંતુ આંધિ-તોફાન અને વીજળીના કડાકા સાથે ત્રાટકશે.
-
ધૂળની ડમરી: પવનની ગતિ 40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.જે વાહનચાલકો અને ખેડૂતો માટે જોખમી બની શકે છે.
-
દરિયામાં કરંટ: માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઢોસાનું ખીરું જીવલેણ બન્યું: 2 માસૂમ બાળકીઓના કરૂણ મોત, માતા-પિતા વેન્ટિલેટર પર
કયા જિલ્લાઓ છે પ્રભાવિત? (યલો એલર્ટ)
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે નીચે મુજબના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે:
વિભાગ |
પ્રભાવિત જિલ્લાઓ |
ઉત્તર ગુજરાત |
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી |
મધ્ય-પૂર્વ ગુજરાત |
મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર |
દક્ષિણ ગુજરાત |
ભરૂચ, નર્મદા |
સૌરાષ્ટ્ર અને કચ્છ |
સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ |


